- પથ્થરમારાને લઇ બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ
- ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરોએ પથ્થરમારાની જાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આપી
સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકયો હતો. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તિગંગા એકસપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. સુરત થી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકતા થયો તો જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. જેના પગલે કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુસાફરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આજે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તી ગંગા ટ્રેન ઉપડી હતી. મહા કુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા. સુરતના શ્રદ્ધાળુઓ બી6 કોચમાં સવાર હતા. આ કોચમાં પાંચ બાળકો, છ વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા. આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાય ના ટ્રેનમાં 45% લોકો કુંભમાં પ્રયાગરાજ જઇ રહ્યા છે.
તાપ્તી ગંગા ટ્રેન ઉધના થી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાવ ખાતેથી પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. આ પથ્થર મારાના પગલે બી 6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી. કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાના પગલે ભાઈ એટલો ફેલાઈ ગયો હતો કે આ મામલે બે થી ત્રણ કલાક સુધી કોઈને જાણ પણ કરી ન હતી. ત્યારબાદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય