આટલું કરો
- ઉતરાયણના પર્વ નિમિત્તે પતંગો સાવચેતીપૂર્વક ચડાવો.
- વધારે ઘોંઘાટીયું સંગીત ન વગાડવું જોઈએ.
- પતંગ પકડવા ધાબે દોડ-દોડી ન કરવી.
- દોરીમાં પક્ષી ફસાય જાય તો તાત્કાલીક દોરી તોડી નાખો, વધુ પક્ષીઓ ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખો
- જો તમારું ઘર જાહેર રસ્તાની આજુ-બાજુ હોય તો સાવચેતી રાખો કે કપાયેલા પતંગ ની દોરી આવતા-જતા વાહનો પર ન પડે
- સ્તાઓ પર પતંગ પકડવા બાળકો દોડાદોડ ન કરે તેની સાવચેતી રાખો,
- વાહન ચાલકો દિવસે આખા માથાનું હેલ્મેટ અથવા ગળે રૂમાલ અથવા સ્કાર્ફ બાંધીને વાહન ચલાવે. જેથી ગળામાં દોરી ફસાય અકસ્માત ન સર્જાય વગેરે જેવી બાબતનું ધ્યાન રાખવું.
- દારૂ જેવા નશીલા પદાર્થનું વ્યસન કરીને ધાબે પતંગ ન ચગાવો જોઈએ.
- એક પતંગ કરતા તમારી જીંદગી અતિ મુલ્યવાન છે.
- પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો
- માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો
- પતંગ ચગાવવાના ધાબાની ઉંચાઇ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો
- માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો
- ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો
- પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે
- ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળો. પક્ષીઓનું જીવન બચાવીએ
આટલું ના કરો
સીન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ધાયલ થાય છે. લોકોને તેના ધા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે.
- ·વીજળીના તારમાં ફસાયેલા અને સબ સ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો
- ·લુઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી
- ·મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહી
- ·ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો, પતંગ કપાય જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહી
- ·થાંભલામા કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેકવો
- .આપાતકાલિન સંપર્ક માટે ૧૦૮ નંબર ડાયલ કરવો
જીવદયાપ્રેમી મિત્રોને વિનંતી કે પતંગના ચઢાવો તો સારુ.અને જો તેના વગર ના રહી શકો તો અબોલ નિર્દોષ પક્ષિઓનુ ધ્યાન રાખીને ચઢાવજો.સવારે વ્હેલા કે સાંજે સુર્યાસ્ત પછી પતંગ ના ચઢાવતા તેમ છતાં જો પક્ષિ ઘવાયેલુ મળે તો તરત જ પ્રાથમિક સારવાર આપી નજીકની બર્ડ હેલ્પલાઇન પર ફોન કરજો.
અબોલ નિર્દોષ પક્ષિઓનુ ધ્યાન રાખીને ચઢાવજો.સવારે વ્હેલા કે સાંજે સુર્યાસ્ત પછી પતંગ ના ચઢાવતા તેમ છતાં જો પક્ષિ ઘવાયેલુ મળે તો તરત જ પ્રાથમિક સારવાર આપી નજીકની બર્ડ હેલ્પલાઇન પર ફોન કરજો.