- કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા
- વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 189 પેટીઓ સહિત રૂ 14.46 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો
- સમગ્ર ધટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસે બાતમીના આધારે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 189 પેટીઓ સહિત રૂપિયા 14.46 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
સીજીગોહિલ સહિતની પોલીસ ટીમે કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં મારવાડી ફર્ટિલાઇઝર એલએલપી નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 189 જેની કિંમત રૂપિયા 11,16,120 તથા છોટા હાથી ગાડી 3,00,0000 તથા એકટીવા 3000 મળી કુલ રૂપિયા 14,46,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અહેવાલ : કિશોર ગુપ્તા