- રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 1 થી 10 જાન્યુઆરી દરમિયાન શાળા કક્ષાએ રોડ સેફ્ટી મેળાનું આયોજન, નાટકો, ચિત્રસ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ પાકિંગ અંગે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજાઈ: ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે મેડિકલ કેમ્પ તથા આઈ ચેકઅપ કેમ્પ યોજાશે
ભારતના રસ્તાઓ સંપૂર્ણપણે અકસ્માત રહિત ઝોન બને તે સુનિશ્ચિત કરવા માટે જાન્યુઆરી માર્ગ સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સમગ્ર માસ દરમિયાન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન, આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ, રોડ એન્જિનિયરીંગ બ્લેક સ્પોટની સંયુક્ત તપાસ અને સુધારણાનાં પગલાંઓની સમીક્ષા, ઈમર્જન્સી કેર બ્લડ ડોનેશન કેમ્પ તથા સીઆરપીની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવશે.ઉપરાંત શાળા કક્ષાએ રોડ સેફ્ટી મેળાનું આયોજન, નાટકો, ચિત્રસ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, જાહેર માર્ગો પર ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડીયમ રિફલેક્ટર લગાવવા, સફેદ એલઇડી, આરયુપીડી, એસયુપીડી, નંબર પ્લેટ, પાકિંગ અંગે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ, તમામ જંક્શન પર સાઈનેજીસ અને માર્કિંગ, ભયજનક વળાંક વાળા રસ્તાઓ પર શેવરોન માર્કિંગ, ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે મેડીકલ કેમ્પ તથા આઈ ચેકઅપ કેમ્પ યોજાશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને ફુલ આપી સ્વાગત, ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો માટે અવેરનેસ કાર્યક્રમો, સોશિયલ મીડિયાના માધ્યમોથી જનજાગૃતિ ફેલાવવી, શેરી નાટકોનું આયોજન, ડેન્જરસ પાર્કિંગ, દસ્તાવેજ, ઓવરલોડ, ઓવર ડાઈમેન્શન બાબતે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ, એન્જિનિયરીંગ રોડ માર્કિંગ રિપેઈન્ટ, પદયાત્રીઓની સલામતી માટે કામગિરી, ઈમરજન્સી કેર એસટી ના ડ્રાઈવરો માટે મેડીકલ કેમ્પ, શાળાઓમાં વાલીઓની ઉપસ્થિતિમાં અન્ડર એજ ડ્રાઈવિંગ બાબતે સેમીનાર, એસ.ટી.ડ્રાઈવરો માટે માર્ગ સલામતી સેમીનારનું આયોજન, સ્કુલવાન, ક્લેન્ડેસ્ટાઈન, સ્પીડ ગવર્નર, મોબાઈલ યુઝ બાબતે એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરીંગ ભયજનક ઓવરબ્રિજનું સ્ટ્રક્ચર ઓડિટ અને સમારકામ, ઓડિટ માટે જિલ્લાની ઈજનેરી કોલેજો સાથે સંકલન, ઈમર્જન્સી કેર ફર્સ્ટ રિસ્પોંડન્ટ ટ્રેઈનિંગનું આયોજન, તાલીમનું આયોજન સહિતના કાર્યક્રમો આર.ટી.ઓ. પોલીસ વિભાગ,મહાનગરપાલીકા, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, જી.એસ.આર. ટી.સી.,108 એમ્બ્યુલન્સ સહિતના વિભાગો સાથે મળી હાથ ધરાશે.
માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન શું થાય છે?
ભારત સરકારનાં માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી તરફથી પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ માર્ગ સલામતી બાબતે જાગૃતતા કેળવાય એ માટે મોટર વાહન અધિનિયમ, ડ્રાઈવીંગ લાયસન્સનાં નિયમો બાબતે લોકોને જાણકારી આપવાનો હોય છે. વાહન ચાલકો અને સામાન્ય લોકોને ટ્રાફિકનાં નિયમો વિશે પણ માહિતગાર કરવાનો છે જેથી વાહન ચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે જેથી અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય. આ વિષે લોકોને પુરતી સમજણ પૂરી પાડવા માટે આ સપ્તાહ ઉજવવામાં આવે છે. જો દરેક વ્યક્તિ આવી સામાન્ય સમજણ હોય તો તે પણ સમય આવ્યે અકસ્માતથી બચી શકે છે સાથે જો અન્ય કોઈ સાથે અકસ્માત સર્જાય તો ઘાયલ થયેલ વ્યક્તિની મદદ પણ કરી શકે છે.