- લોહાણા મહાજન વાડી ખાતે મહિલા સશક્તિકરણને વેગ આપતા એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો
- વૈશાલી વ્યાસ, પૂજા પંડ્યા અને મીનલ ડાંગોદરા દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરાયું
ગીર સોમનાથ લોહાણા મહાજન વાડી ખાતે મહિલા સશક્તિકરણને વેગ આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ સ્વ–સહાય જૂથોમાં મહિલાઓની વધતી ભાગીદારી પણ આર્થિક પરિવર્તન માટેનું શક્તિશાળી પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે. આ ઉપરાંત વૈશાલી વ્યાસ, પૂજા પંડ્યા અને મીનલ ડાંગોદરા દ્વારા આયોજીત આ એક્ઝિબિશનમાં 59 જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી અઢળક નવી આઈટમો, ફાસ્ટ ફૂડ પાર્લર, ગેમઝોન તેમજ નર્સરી પ્લાન્ટ અને બેકરી પ્રોડક્ટ્સ જેવા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું હતું.
મહિલા સશક્તિકરણનો સૌથી અસરકારક રસ્તો મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ અભિગમ છે. સ્વ–સહાય જૂથોમાં મહિલાઓની વધતી ભાગીદારી પણ આર્થિક પરિવર્તન માટેનું એક શક્તિશાળી પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે. મહિલા સશક્તિકરણને વેગ આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોહાણા મહાજન વંડી ખાતે દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓ થકી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહી છે ત્યારે મહિલા સશક્તિકરણ થકી સમાજ વધુ સશક્ત અને ઉન્નત બનશે. મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ સમાજની કરોડરજ્જુ બની છે. આમ કહી તેમણે ઉપસ્થિત સર્વે મહિલાઓને પ્રગતિના શિખરો સર કરવાના અભિનંદન પાઠવ્યા હતાં.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાનીએ પ્રેરણાદાયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હવેની મહિલાઓ માત્ર ઘરની ચાર દિવાલમાં જ બંધાય એવું વિચારતી નથી. મહિલાઓ હવે ઘરની બહાર નીકળી છે અને આર્થિક ઉપાર્જન કરતી થઈ છે. પોતાનામાં રહેલી પ્રતિભા અને મહેનતથી મહિલાઓ સમગ્ર સમાજનું ચિત્ર બદલાવવાની તાકાત ધરાવે છે. જે દર્શાવે છે કે, મહિલાઓ પગભર થઈ અને પોતાના સમાજને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વૈશાલી વ્યાસ, પૂજા પંડ્યા અને મીનલ ડાંગોદરા દ્વારા આયોજીત આ ‘નારી એક્ઝિબિશન’માં 59 જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી ભારતીય પરિધાન, વેસ્ટર્ન વેર, બ્રાન્ડેડ પર્સ, કોસ્મેટિક આઈટમ, બ્યૂટી કેર, હોમ ડેકોર, રેસિન આર્ટ, પુષ્ટિ માર્ગીય શૃંગાર, ગીફ્ટ હેમ્પર, ઈમીટેશન જ્વેલરીની નવી અઢળક આઈટમો, ફાસ્ટ ફૂડ પાર્લર, ગેમઝોન તેમજ નર્સરી પ્લાન્ટ અને બેકરી પ્રોડક્ટ્સ જેવા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે.
અહેવાલ: અતુલ કોટેચા