- નારી સ્વાભિમાન આંદોલનના બેનર હેઠળ અપાયેલા
અમરેલીમાં ધારાસભ્યના બોગસ લેટર કાંડમાં પાટીદાર સમાજની યુવતિ પાયલનું પોલીસ દ્વારા કરવામાં આવેલા સરઘસના રાજયભરમાં ધેરા પડઘા પડયા છે. નારી સ્વાભિમા આંદોલન અંતર્ગત આજે કોંગ્રેસ દ્વારા અડધો દિવસ માટે અપાયેલા અમરેલી બંધના એલાનને ફિકકો પ્રતિસાદ મળ્યો હતો.
અમરેલી છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ થઈ રહ્યું છે પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે અમરેલી કોંગ્રેસના આગેવાનો ન્યાય અપાવવા મેદાને પડ્યા છે ત્યારે બે દિવસ પહેલા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ બોલાવી કૌશિક વેકરીયા હપ્તા લેતા હોવાના ઉલ્લેખ કરતો તાલુકા પંચાયત પ્રમુખના બનાવટી લેટરપેડ વાયરલ થયો હતો જેને લઇ પરેશ ધાનાણી એ રાજકમલ ચોકમાં પત્ર વિશે ચર્ચા કરવા ચર્ચાનો ચોરો કર્યો હતો જેમાં કૌશિક વેકરીયા હાજર નહિ રહેતા દીકરીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી 48 કલાકના ધારણા ઉપર બેઠા હતા. જેમાં મોરબી,જૂનાગઢ,જામનગરથી કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી હતી, લલિત કગથરા, લલિત વસોયા સહિતના દિગ્ગજ નેતાઓ એ હાજરી આપી પાટીદાર દીકરીને ન્યાયની માંગ કરી હતી,તો ગઈ કાલે ધારણા મંચ ઉપરથી પરેશ ધાનાણીએ આજે અમરેલી બંધની જાહેરાત કરી હતી. જે અનુસંધાને આજે અમરેલીના વ્યાપારીઓ દ્વારા સ્વેછિક બંધ પલ્યો છે જેમાં વ્યાપારીઓ પોતાના રોજગાર બંધ રાખી નારી સ્વાભિમાન આંદોલનને સમર્થન આપ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે .ત્યારે અમરેલીમાં રાજકમલ ચોક જડબે ચાલક બંધ છે ત્યારે બસટેન્ડ ચોક મા અમુક દુકાનો બંધ જોવા મળી હતી અને રોડ ટાવર ચોક મા પણ 20 ટકા જેટકા દુકાનદારોએ પોતાના ધંધા બંધ રાખી આંદોલનને સમર્થન આપ્યું છે.
- અમરેલીની આંધી: રાજકીય રોટલા શેકવાનો હીન પ્રયાસ
- ગુજરાતના રાજકારણમાં અમરેલીનું વિશેષ મહત્વ પરંતુ નેતાઓની યાદવાસ્થળીએ સમગ્ર પંથકની ઘોર ખોદી
ધારાસભ્યના બોગસ લેટરકાંડમાં પોલીસ વિભાગ દ્વારા પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યાની ઘટનાના રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. અમરેલીની આંધીનો લાભ લઈ રાજકીય પક્ષો દ્વારા પોતાનો સ્વાર્થ સંતોષવા માટેના તમામ પક્ષો દ્વારા હિન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નારી સ્વાભિમાન યાત્રા અંતર્ગત આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા અડધો દિવસના બંધના એલાનને ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. જનતાને રાજકારણમાં રતિભાર પણ રસ નહોવાનું જોવા મળી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા હવે આ આંદોલનને રાજય વ્યાપી બનાવવાનો મનસુબો પણ ઘડવામાં આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં અમરેલીનો રોલ હંમેશા એપી સેન્ટર જેવો રહ્યો છે. પરંતુ રાજકીય યાદવાસ્થળીનાં કારણે સમગ્ર વિસ્તારની ઘોર ખોદાય ગઈ છે.
સામાન્ય અપરાધમાં એક મહિલાનું સરઘસ કાઢવાની ઘટના ખરેખર નિંદનીય છે. આવી ઘટનાથી વિકાસનં રોલ મોડલ બનતા ગુજરાતનું માથુ શરમથી ઝૂકી જાય છે. કોઈપણ ઘટનાને રાજકીય રંગ આપવો તે ભારત જેવા વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રના નેતાઓની એક આદત બની ગઈ છે. એટલી મજબૂત આદત છષ કે જનતા પાસે મજબુરી સિવાય કોઈ જ વિકલ્પ નથી. અમરેલીમાં ધારાસભ્યના બોગસ લેટરકાંડમાં ભાજપના જ બે જૂથ વચ્ચેની આંતરિક લડાઈનો ભોગ નિદોર્ષ લોકોએ બનવું પડે છે. કોઈ પણ મહિલાના સ્વાભિમાન માટે લડત ચલાવવી ખૂબજ સારી બાબત છે. પરંતુ મહિલા સ્વાભિમાનના નામે રાજકીય રોટલા શેકવા સમાજ માટે સારી નિશાની નથી. સતાધારી પક્ષ ભાજપે પણ જૂથવાદના કારણે આવી ઘટના લાંછનરૂપ ઘટના બની છે. સમાજ માટે ખતરારૂપ ઘટના બનતી હોય ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે વિરોધ કરવો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફરજ બને છે કે સત્તાધારી પક્ષની આંખ ઉઘાડવા માટે જમીન પર ઉતરી લડત આપવું પડે. પરંતુ જે રિતે અમરેલીમાં સર્જાયેલા બોગસ લેટર કાંડ બાદ યુવતીના સરઘસની ઘટનાને જે રિતે હાલ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. જે નિંદનીય છે. એક નારીને તેનું સ્વાભિમાન માનભેર પરત મળે તેવા પ્રયાસો કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય રાજકીય પક્ષો સાથે બેસ્યા હોત અને જવાબદારો સામે કડક પગલા લેવા માટે કાર્યવાહી હાથ ધરી હોત તો સમાજમાં તેની ખૂબજ સારી નોંધ લેવામાં આવી હોત. પરંતુ ભારતની રાજનીતિમાં આવું શકય જ ન હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તાવિહોણી કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવા માટે કોઈને કોઈ મૂદા સતત શોધતી રહી છે. બીજી તરફ સત્તાના જોરે ભાજપ પણ સમાજ માટે ગમે તેવો ખતરનાક મૂદો હોય તેને દબાવી દેવાના પ્રયાસો કરે છે.
ગુજરાતની સ્થાપના કાળથી રાજયની રાજનીતિમાં અમરેલીનો રોલ ખૂબજ અહમ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો અમરેલીને ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર માનવામાં આવે છે. મજબૂત નેતાઓની આખી હરોળ છે. છતા અમરેલીનો ધાર્યો વિકાસ થતો નથી. કારણ કે અહી નેતાઓને રાજકીય પક્ષોની મૂળભૂત વિચારધારા સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. માત્ર પોતાનું રાજકારણ કેવી રીતે ટકાવી રાખવું તેમાજ રસ રહેલો છે.
સ્વાર્થી રાજનીતિના કારણે અમરેલી પંથકની ઘોર ખોદાય રહી છે. પાટીદાર સમાજની યુવતીના સરઘસ કાંડના વિરોધમાં આજે અડધો દિવસ અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને મિશ્ર પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. જે વાત પ્રસ્થાપિત કરે છે કે અમરેલીની જનતાને રાજકારણમાં રસ રહ્યો નથી. નેતાઓની કુટનીતિને પ્રજા પારખી ગઈ છે. જે રિતે ગુજરાતમાં રાજકારણનું સ્તર દિન-પ્રતિદિન સ્વાર્થી બની કથળી રહ્યું છે. જેનાથી જનતા તોબા પોકારી ગઈ છે.