મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારના નાણાં મંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા ર૦૧૮-૧૯ના બજેટને સૌનો સાથ સૌનો વિકાસ નેમ પાર પાડનારૂં લોકરંજક સર્વસ્પર્શી બજેટ ગણાવ્યું છે.
વિજયભાઇ રૂપાણીએ બજેટ પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે કહ્યું કે, આ અંદાજપત્ર ભારતીય ર્અતંત્રને મજબૂત કરનારૂં તેમજ વિસ્તારોની ચિંતા કરનારૂં અને લઘુ ઊદ્યોગોને પ્રોત્સાહિત કરનારૂં છે. તેમણે ઉમેર્યુ કે, નયા ભારત-ન્યૂ ઇન્ડીયાના નિર્માણ માટે આ અંદાજપત્ર અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાનું છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ઇઝ ઓફ ડૂઇંગ સો ઇઝ ઓફ લિવીંગનો નવો ક્ધસેપ્ટ સૌના જીવન ધોરણમાં સુધાર લાવશે જ. વિજયભાઇ રૂપાણીએ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઇ જેવા પાયાના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ લાભકારી આ બજેટની વિશેષતા વર્ણવતાં કહ્યું કે, આયુષ્યમાન ભારતના ફલેગશીપ કાર્યક્રમ અન્વયે પહેલીવાર પ૦ કરોડ ગરીબ લાર્ભાથીઓને રૂ. પાંચ લાખનું વાર્ષિક આરોગ્ય સુરક્ષા કવચ સરકાર આપવાની છે.
તેમણે ઉમેર્યુ કે, ગરીબ પરિવારો પર વિશેષ ધ્યાન આપનારા આ કેન્દ્રીય બજેટમાં ૪ કરોડ ગરીબોને વિનામૂલ્યે વીજ સુવિધા અને ૮ કરોડ ગ્રામીણ માતા-બહેનોને રસોડાના ધૂમાડાથી મુકિત અપાવી ઉજવલા તહેત રાંધણ ગેસ કનેકશન આપવાની સંકલ્પબધ્ધતા ગરીબો પ્રત્યેની કેન્દ્ર સરકારની સંવેદનાનો પ્રતિઘોષ પાડે છે.
મુખ્યમંત્રીએ ખેડુતોને લઘુતમ ટેકાના ભાવોમાં વધારો, ગ્રીન હાઉસ, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઝોક તેમજ કલસ્ટર આધારિત ખેતી અને હરેક ખેતરને સિંચાઇ સુવિધા આપવા ર૬૦૦ કરોડના પ્રાવધાન સોના ઓપરેશન ગ્રીનની સરાહના કરતાં કહ્યું કે, ખેડૂતો માટે આ ઉત્કૃષ્ટ બજેટ છે. વિજયભાઇ રૂપાણીએ યુવા વર્ગોને રોજગાર અવસરો, મહિલાઓ, નાના મધ્યમ ઊદ્યોગકારો માટે પ્રોત્સાહક નીતિઓ સોનું આ બજેટ ન્યૂ ઇન્ડીયાનું લક્ષ્ય સાકાર કરનારૂં બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે, નવી તકોનું નિર્માણ, નવી મેડિકલ કોલેજો, હેલ્ એન્ડ વેલનેસ સેન્ટર્સ, જિલ્લાઓમાં સ્કીલ સેન્ટર અને વડોદરામાં રેલ્વે યુનિવર્સિટી જેવી પહેલી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારનું આ બજેટ ભારત માતાને સુદ્રઢ-મજબૂત ર્અતંત્ર તરીકે પ્રસપિત કરશે જ.