- પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિતિ રહી પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી
- ટેક હોમ રાશન અને મીલેટસ અને અન્નમાંથી બનતી પોષ્ટીક વાનગી સ્પર્ધા યોજાઈ
- કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
પાટણ રાધનપુર ખાતે આવેલ ભણસાલી ટ્રસ્ટ ખાતે ICDS મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટેક હોમ રાશન, મીલેટસ અને અન્નમાંથી બનતી પોષ્ટીક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ જોષી અને હીરા પટેલ CRC કોડીનેટર સહિતના અન્ય મહાનુભાવો અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધામાં 60 પ્રકારની વાનગીઓ બનાવી હતી, આ દરમિયાન અલગ-અલગ 6 વાનગીઓને નંબર આપવામાં આવ્યો હતો. તેમજ બાળકો,વાલીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભણસાલી ટ્રસ્ટ ખાતે આઇ સી ડી એસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવ 2024/25ની ઉજવણી કરવામાં આવી જેમાં ટેક હોમ રાશન અને મીલેટ/ અન્નમાંથી બનતી વિવિધ પોષ્ટીક વાનગી સ્પર્ધા યોજાઇ આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર શેહર કોંગ્રેસ મહિલા પ્રમુખ જોયતિ જોષી અને હીરા પટેલ સી આર સી કોડીનેટર અને ગણપતભાઈ જોષી સમાજ સેવક અને સી ડી પી ઓ અમીશા બેન અને દિલીપભાઈ પ્રજાપતિ નાના પુરા મેડિકલ ઓફિસર અને કલ્પેશભાઈ ચોધરી મેડિકલ ઓફિસર અને કલ્પના બેન સુપરવાઈઝર અને સાધુ અલ્પા બેન સુપર વાઈસર અને અનુરાધા બેન મેડિકલ ઓફિસર અને અન્ય મહાનુભાવો અને અન્ય લોકો ઉપસ્થિતિ માં પોષણ ઉત્સવ 2024/25, ની ઉજવણી કરવામાં આવી રાધનપુર ભણસાલી ટ્રસ્ટ આઇ સી ડી એસ ઘટક ખાતે આ પ્રસંગે 60 પ્રકાર ની વાનગીઓ બનાવી હતી તેની અંદર અલગ અલગ 6 વાનગીઓ નો નંબર આપવામાં આવ્યો હતો તો આ પ્રસંગ દીકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાવામાં આવ્યું હતું. તો અન્ય પ્રકારના ઉત્સવો પતંગ બનાવી તેવી અન્ય સ્પર્ધાઓનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું
અહેવાલ: દીપક સથવારા