- ખાતરની અછતના કારણે ઊંચા ભાવે ખરીદી કરવા ખેડૂતો બન્યા મજબૂર બન્યા હોવાના આક્ષેપો
- સરકાર અને તંત્ર પર ગામનાં ખેડૂત આગેવાન ખેડૂતો દ્વારા આક્ષેપો
રાપર પંથકમાં ખાતરની અછતને લઈ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આડેસર ટગાના ખેડૂતોને ખાતર માટે વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવું પડે છે છતાંય પૂરતું ખાતર ન મળતું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. ખેડૂતોને રવિ સિઝન લેવાનો સમય હોવા છતાં ખાતરની ભારે અછતના કારણે મેળવવું મુશ્કેલ બનતા ઊંચા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તેમજ ખેડૂતોને ખાતર સાથે અન્ય બિનજરૂરી રાસાયણિક દવાઓ અને જંતુનાશકો ખાતર સાથે ખરીદવા મજબૂર કરવા માટે મજબૂર કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર અને તંત્ર પર ગામનાં ખેડૂત આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
રાપર પંથકમાં ખાતરની અછતને લઈ ખેડૂતોને ભારે હાલાકી રાપર તાલુકાના આડેસર ટગા ના ખેડૂતોને ખાતર માટે વહેલી સવારથી જ લાઈનમાં રહેવું પડે છે છતાંય પૂરતું ખાતર મળતું નથી ખેડૂતોને રવિ સિઝન લેવાનો સમય હોવા છતાં ખાતર ની ભારે અછતના કારણે મેળવવું મુશ્કેલ બનતા ઊંચા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા છે. કચ્છ જિલ્લામાં રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો દ્વારા ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો વિમાસણમાં મુકાયા છે.
કચ્છના રાપર પંથકનો મુખ્ય આધાર રવિ સીઝનમાં કરવામાં આવતી ઓરીયાળી રાયડો એરંડાજીરાની ખેતી પર છે અને સ્થાનિક અહીંના વિસ્તારમાં ખેડૂતો મોટા પાયે જીરાની ખેતી કરે છે. હાલમાં જીરાના પાકની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા ખેતરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે ત્યારે વાવેતર સમયે ખેડુતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોવા છતાં ડેપોમાંથી પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી
તે ઉપરાંત ખેડૂતો ને ખાતર સાથે અન્ય બિનજરૂરી રાસાયણિક દવાઓ અને જંતુનાશકો ખાતર સાથે ખરીદવા મજબૂર કરવા માટે મજબૂર કરવામાં આવે છે જો ખેડૂતો ને ખાતર સાથે આ વસ્તુઓ ન લે તો ખાતર આપવા માં આવી રહ્યો નથી જેથી તેના કારણે ખેડૂતો વાવેતર શરૂ કરવા મામલત મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર અને તંત્ર પર ગામનાં ખેડૂત આગેવાન ગણેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા
અહેવાલ: ગની કુંભાર