- એક વર્ષ પૂર્વે ખુલ્લી મુકાયેલી કોર્ટમાં મોબાઈલ શુટીંગ કરતા અસીલોએ અટકાવતા
- ફરજ પરના પોલીસ આરોપી બંને ભાઈને પકડી લીધા, વકીલો દ્વારા આરોપીને ’મેથીપાક’ આપવાની માંગ સાથે અડગ
- સીડીમાં વકીલને આંતરી માર મારતાં છોડાવવા વચ્ચે પડેલ મહિલા આસ્ટિન્ટને બટકા ભર્યા
જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગને ખુલ્લી મુકાયાને 1 વર્ષ પૂર્ણ થયા ને ગણતરીના દિવસોમાં ફરી એક વખત વકીલો અને અસીલો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવતા મામલો ગરમાયો છે.મા માળે ધમકી આપ્યાના કેસમા કોર્ટ મુદતે આવેલા સગા બે ભાઇઓએ ચાલુ કોર્ટે વીડીયો શુટીંગ શરૂ કરતા તેના વકીલે વીડીયો શુટ કરવાની ના પાડતા બંને અસીલોએ પોતાના વકીલ સાથે ઝઘડો કરી હુમલો કરી માર માર્યો હતો. વકીલને છોડાવવા વચ્ચે પડેલ મહીલા આસીસ્ટન્ટને બંને શખ્સોએ હાથમા બટકા ભરી માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા બંને વકીલને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમા વકીલોના ટોળા ઉમટી પડયા હતા. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આરોપી બંને ભાઈને ઝડપી લઇ અને બેસાડી દીધા હતા અને પોલીસ કાફલો દોડી જતા ત્યારે વકીલો મોટી સંખ્યામાં ખૂમતી પડી અને ઝડપાયેલા બંને શખ્સોને મેથીપાક ચખાડવાની માંગ પર અડગ રહ્યા છેઆ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગતો મુજબ શહેરમા બાબરીયા કોલોની વિસ્તારમા આવેલા રંગીલા પાર્કમા રહેતા યુવા એડવોકેટ ભાર્ગવભાઇ ધર્મેશભાઇ બોડા (ઉ.વ. ર7) અને હનુમાન મઢી પાસે રહેતા સરોજબેન મુકેશભાઇ વિંઝુડા નામના ર7 વર્ષના એડવોકેટ બપોરના બારેક વાગ્યાના અરસામા જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગમા પહેલા માળે હતા ત્યારે હરીશ પઢીયાર અને તેના ભાઇ અનીલ પઢીયારે ઝઘડો કરી એડવોકેટ ભાર્ગવ બોડા અને સરોજબેન વિંઝુડા ઉપર હુમલો કરી માર માર્યો હતો અને સરોજબેન વિંઝુડાને હાથમા બચકા ભરી લીધા હતા. કોર્ટમા મારામારીની ઘટના બનતા વકીલો એકઠા થયા હતા અને વકીલ ઉપર હુમલો કરનાર બંને શખ્સને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યા હતા. હુમલા ઘવાયેલા મહીલા એડવોકેટ સહીત બંને વકીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. કોર્ટમા જ વકીલો પર હુમલો થયાની ઘટનાને સીનીયર – જુનીયર વકીલોએ સખત શબ્દોમા વખોડી કાઢયો છે. પ્રાથમીક પુછપરછમા હુમલાખોર હરીશ પઢીયાર અને અનીલ પઢીયાર એડવોકેટ ભાર્ગવ બોડાના અસીલ છે અને સરોજબેન વિંઝુડા ભાર્ગવ બોડાના આસીસ્ટન્ટ એડવોકેટ છે. હરીશ પઢીયાર અને અનીલ પઢીયાર ધમકી આપવાના કેસમા આજે કોર્ટ મુદતે આવ્યા હતા. પાંચમા માળે ચાલુ કોર્ટ દરમ્યાન બંને આરોપીઓ વીડીયો શુટીંગ ચાલુ કર્યુ હતુ તેથી તેના એડવોકેટ ભાર્ગવ બોડાએ કોર્ટમા વીડીયો શુટીંગ કરવુ તે ગેરકાયદેસર છે તેમ કહી વીડીયો શુટીંગ કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા બંને શખ્સોએ એડવોકેટ ભાર્ગવ બોડા સાથે ઝઘડો કર્યો હતો અને પાંચમા માળેથી સીડીએથી નીચે ઉતરી રહેલા એડવોકેટ ભાર્ગવ બોડાને આંતરી બંને શખ્સોએ પછાડી દઇ માર માર્યો હતો. ભાર્ગવ બોડાને બચાવવા વચ્ચે પડેલા એડવોકેટ સરોજબેન વિંઝુડાને માર મારી બચકા ભર્યાનુ જાણવા મળ્યુ છે. હા મામલાની વાયુવેગે વકીલોને જાણ થતા મોટી સંખ્યામાં કોર્ટ કચેરી ખાતે દોડી ગયા હતા અને ઝડપાયેલા બંને આરોપીને સરભરા કરવા માંગ પર અડગ રહેતા મામલો ઘરમાંયો છે જેને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે.
હુમલાખોરો વતી કોઈએ વકીલ તરીકે ન રોકાવવા બારનો ઠરાવ
ડિસટીક કોર્ટ બિલ્ડીંગ ખાતે આજે નજીવી બાબતે બે વકીલ પર અસીલો દ્વારા કરવામાં આવેલા હુમલાને બાર એસોસિએશનને સખત શબ્દોમાં વખોડી કાઢી અને ભવિષ્યમાં આવી ઘટનાનું નિર્માણ ન થાય તે માટે પોલીસને રજૂઆત કરવામાં આવશે તેમજ આ હુમલાખોરો વતી કોઈ વકીલોએ રોકાવું નહીં તે માટે બાર એસોસિએશન દ્વારા તાત્કાલીક મીટીંગ બોલાવવામાં આવી હતી. અને હુમલાખોરો વતી કોઈએ વકીલ તરીકે ન રોકાવવા બાર એસો. દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. તેમ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારું ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાંની ફરી માંગ ઉઠવા પામી
રાજકોટ કોર્ટ બિલ્ડિંગમાં જાહેર મહિલા સહિત બે વકીલ પર થયેલા હુમલા ના ઘેરા પડઘા પડ્યા છે. વકીલો પર થતા હુમલાઓને ધ્યાનમાં લઈને સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાંની ફરી માંગ ઉઠવા પામે છે.ગુજરાતભરમાં અવારનવાર વકીલો પર સામે પક્ષ અથવા અન્ય કોઈ લોકો દ્વારા હુમલો કર્યાની ઘટના બને છે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે વકીલો પર હુમલા અને હિંસક પ્રવૃતિઓમાં વધારો થયો છે. ત્યારે રાજ્યમાં મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની જરૂરત છે. હિંસા અને હુમલામાં અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે, જેથી ન્યાય સેવામાં અટકાવ થઈ છે. સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાંની ફરી માંગ ઉઠવા પામે છે