સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના બાળકોએ ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન હાથ ધર્યું
850 વિદ્યાર્થીઓએ આઈ ફોલો ટ્રાફિક સિગ્નલ લાઈનના સિમ્બોલવાળી માનવ આકૃતિ બનાવી
શિક્ષણ અધિકારી,ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
હાલ સુરતમાં ટ્રાફિક અવેરનેસ સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના બાળકોએ ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન હાથ ધર્યું હતું. ગુરુકુળના પટાંગણમાં 850 વિદ્યાર્થીઓએ આઈ ફોલો ટ્રાફિક સિગ્નલ લાઈનના સિમ્બોલ વાળી માનવ આકૃતિ બનાવી હતી. ત્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓએ માનવ આકૃતિ તૈયાર કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશો આપ્યો હતો. શિક્ષણ અધિકારી તેમજ ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વેડરોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના 750 વિદ્યાર્થીઓ દ્વારા “I FOLLOW TRAFFIC RULES” શિર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના-2025ના ભાગરૂપે યોજાઇ હતી, જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશ આપ્ય હતો.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાડવામાં આવી. “I-FOLLOW” અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણ રૂપ કામગીરી કરી હતી.
બાળકોની માનવ આકૃતિએ સૌનું ધ્યાન આકર્યું આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી. એસ. પરમાર હાજરી આપી હતી. ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા “I-FOLLOW” શિર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓએ સૌનું ધ્યાન આકર્યું હતું. વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્યપ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા હતાં. “I-FOLLOW” સંદેશે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પ્રકાશિત કર્યા હતો.
વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે ચર્ચા અમિતા વાનાણી અને ડૉ. બી. એસ. પરમાર સાહેબે આ અનોખી પ્રસ્તુતિના વખાણ કર્યા અને વિદ્યાર્થીજગતમાં આ પ્રકારની નવીનતાને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે, નાયબ પોલીસ કમિશનરે સાઇકલ દ્વારા સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે ચર્ચા કરી અને તેમના વાલીઓને હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતાં.