- અરિહંત ઈન્વેસ્ટમેન્ટના ઉપક્રમે
- એક સાથે 1100થી વધુ દિવડાઓની દિવ્ય આરતી, ધજા ફરકશે તેમજ ઘંટડીનો નાદ ગુંજી ઉઠશે: ‘અબતક’ સાથેની મુલાકાતમાં સમગ્ર માહિતી આપી
રાજકોટમાં ભક્તિ અને શક્તિ તથા સેવાનું મહાપર્વ એટલે કે “મહિમા માં કે આશીર્વાદ કી” નામક એક અલૌકિક અદભુત અને અવિસ્મરણીય કાર્યક્રમ શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આગામી તારીખ 15 જાન્યુઆરી 2025 ને બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે યોજાશે. અબતક સાથેની મુલાકાતમાં ઈન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલ રવાણી, અરૂણ નિર્મળ, હર્ષદ મહેતા, હરેશ દોશીએ વધુ વિગતો આપી મા અંબા શક્તિનું સચેત સ્વરૂપ છે, જે સમગ્ર બ્રહ્માંડનું રક્ષક અને કલ્યાણ કરે છે. તેઓ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ પ્રદાન કરે છે.
માતાજીની ઉપાસના કરવાથી માનવીને કર્મમાર્ગ પર દ્રઢતાથી આગળ વધવા પ્રેરણા મળે છે અને આઘ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે. ત્યારે સદગુરુદેવ પરમ પૂજય પારસમુનિ મહારાજ સાહેબ ના આશીર્વાદ તથા પ્રેરણા થી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને સ્વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ લઈને આવ્યું છે જ્ઞાન, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમો અનોખો ભકિતમય મ્યુઝિકલ કાર્યક્રમ “મહિમા માં કે આશીર્વાદ કી”.
આ કાર્યક્રમમાં સંગીત અને સંવાદ, કર્મ અને ધર્મ, નૃત્ય અને નાદ, સમર્પણ અને તર્પણ, આજ્ઞા અને આહુતિ સાથે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા-આરાધના થશે. તો સાથો સાથ લોકસાહિત્ય, હાસ્ય રસ, નૃત્ય, સંગીત અને શબ્દ દ્વારા માં અંબા જગદંબા ની મહિમાને વર્ણવવામાં આવશે. કોઈ ચાર્જ નથી એન્ટ્રી ફ્રી રહેશે. પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે ફ્રી એન્ટ્રી પાસ જરૂરી છે
આ કાર્યક્રમમાં એક સાથે 1100થી વધુ દિવડાની આરતી થશે, એક સાથે 1100થી વધુ માંની ધજા ફરકશે અને એક સાથે 1100થી વધુ ધટંડી નો નાદ ગુંજશે. આ સાથે 45 કિલોના મહામેરું યંત્રના દર્શનનો લાભ પણ સૌ ને મળશે. વિધિ વિધાનથી 21 જેટલા ભુ-દેવો દ્વારા તેમની પૂજા તથા અર્ચના કરવામાં આવશે. અને તેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવશે જેને પગલે વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશેષ ઉપસ્થિત રહેનાર તમામ લોકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. આ સાથે કાર્યક્રમ દરમિયાન લક્કી ડ્રોનું પણ આયોજન કરવામાં આવશે. બાલકૃષ્ણભાઇ રાજયગુરૂ – કથાકાર, વૈદિક પુરોહિત, જયોતિષાચાર્ચ દ્વારા તમામ ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવશે તો સાથે સાથે હરદેવભાઈ આહિર – લોક સાહિત્ય કાર અને હાસ્ય કલાકાર સૌને હાસ્યથી તરબોળ કરશે. ઉપરાંત હીર નિંદરોડા, પ્રિયા શિંગાળા, દેવાંશી વસાવડા સલોની શિંગાળા નૃત્ય રજૂ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સ્થાપક: આરએઆર ફાઉન્ડેશન – રીબડા, ડો. દર્શિતાબેન શાહ – ધારાસભ્ય, વિધાનસભા 69, મુકેશભાઈ દોશી – અધ્યક્ષ, રાજકોટ શહેર ભાજપ, મયુરભાઈ શાહ – કોષાધ્યક્ષ, રાજકોટ શહેર ભાજપ, કૃણાલભાઈ મણીયાર રાજકોટ શહેર ભાજપ, અનુપમભાઈ દોશી – ટ્રસ્ટી , વિવેકાનંદ યુથ કલબ, દિકરાનું ઘર, અપુલભાઈ દોશી – જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન-રાજકોટ ચંદ્રકાન્તભાઈ શેઠ (સી.એમ.) – પ્રમુખ રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંધુ, નિલેશ ચોવટીયા – ગુજરાતી ફિલ્મ દિગદર્શક, ભરતભાઈ પરમાર -ડિવાઇનફીલ ચરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં આકાર જ્વેલર્સ પરિનભાઇ પારેખ તથા કિર્તીભાઈ પારેખ, આર્ટ કોર્પોરેશનના નિલેશ ચોવટીયા, વત્સલભાઈ રવાણી,હર્ષદભાઈ મહેતા, રાધિકા આડેસરા, દેવાંગ સતિયા અને પ્રાચી શર્મા સહિતની અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમની વધુ માહિતી જાણવા માટે આપ મોબાઈલ નંબર 98258 82579 પર સંપર્ક કરવા જણાવેલ છે.