- વિકાસલક્ષી કાર્યો કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખે માર્ગદર્શન આપ્યું
- કાર્યક્રમના વ્યવસ્થાપક તરીકે મિથુન કામરીયાનો સહયોગ રહ્યો
- કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં રહ્યા હાજર
કેશોદ કેવદ્રા ગામ ખાતે તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામડાના સરપંચ અને તલાટીઓએ સાથે મળી આયોજન સાથે વિકાસલક્ષી કાર્યો કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખે માર્ગદર્શન આપ્યું અને સ્વચ્છતા અંગે કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનથી કઇ રીતે ગામડાઓને વધુ વિકાસશીલ બનાવી શકાય તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં નવ નિયુક્ત તલાટી મંત્રી મંડળના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના વ્યવસ્થાપક તરીકે મિથુન કામરીયાનો સહયોગ રહ્યો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંબર, ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠા કમાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભનુ ઓડેદરા, સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કેશોદ તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ કેવદ્રા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનથી કઇ રીતે ગામડાઓને વધુ વિકાસશીલ બનાવી શકાય તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું. ગામડાના સરપંચ અને તલાટીઓએ સાથે મળી આયોજન સાથે વિકાસલક્ષી કાર્યો કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખે માર્ગદર્શન આપ્યું હતું અને સ્વચ્છતા અંગે કામગીરી કરવા સૂચના આપી હતી. કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઇ ઓડેદરાના વિચાર થકી એકમંચ તૈયાર કરી સ્નેહ ભોજન સાથે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ચિંતન કરવા સ્ટેજ મળ્યું હતું. કાર્યક્રમમાં નવ નિયુક્ત તલાટી મંત્રી મંડળના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંબર, ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભનુ ઓડેદરા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તલાટી મંત્રી મંડળના પ્રમુખ મયંકભાઇ કનેરીયા, મનસુખભાઇ રાઠોડ, ભાજપ મહામંત્રી શૈલેષ મક્કા, જયતાબાપુ સિસોદીયા, મનસુખ મકવાણા, નરેન્દ્ર દેત્રોજા વગેરે કેશોદ તાલુકા પંચાયત પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. કાર્યક્રમના વ્યવસ્થાપક તરીકે મિથુન કામરીયાનો સહયોગ રહ્યો હતો.