ફળ અને ફૂલનાં બીજ હેલ્ માટે એક ડોક્ટરની ગરજ સારે છે. રોજ એક ચમચી બી ખોરાકમાં લેવાં ફાયદાકારક છે. અમદાવાદના ડાયટિશિયન સીમા શાહ કહે કે, દરેક બીજ ભેગાં કરીને રોજ એક ચમચી ખાવામાં આવે તો શરીરને તે ઘણાં ફાયદા આપે છે. આ બી બરાબર ચાવીને ખાવાં જરૃરી છે. ક્યારેક ડાયટિંગ કરીને પર અંકુશ મૂક્યો હોય તેવી વ્યક્તિ માટે આ બી ખાવાં જરૂરી છે.
ચિયા બીજ
ફાલુદામાં વપરાતાં કાળા રંગનાં બીજ ચિયા બીજ હોય છે તેને ગુજરાતીમાં તકમરિયાં કહેવાય છે. ચિયા બીજ પાણીમાં નાખીએ ત્યારે ફૂલે એ પછી જ ખાઈ શકાય છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં છે. તે ઍન્ટિએજિંગ હોવાની સો કેન્સર જેવા રોગી બચાવે છે. ઉપરાંત તેમાં ખનિજ તત્ત્વો પણ છે જે હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરાં કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. વળી તે ગ્લુટિન ફ્રી છે જેી પાચન માટે ઘણાં લાભદાયી છે. એ ખાવાી ભૂખ ઓછી લાગે છે. તમે તેને દૂધ, ફ્રૂટ જ્યૂસ કે લીંબુપાણીમાં નાખી ખાઈ શકો.
અળસી બીજ
અળસીનાં બીજ એટલે કે ફલેકસ સીડમાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઇબર હોય છે તે પાચન માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, બ્લડપ્રેશર અને લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખવામાં પણ ઉપયોગી છે. તેમાંી ઓમેગા-્રી ફેટી ઍસિડ ભરપૂર માત્રામાં મળે છે જે હાર્ટને મજબૂત બનાવે છે. વળી આ બી ીઓનું માસિકચક્ર નિયમિત બનાવે છે. મેનોપોઝ દરમિયાન મૂડ સ્વિંગ્સને રોકે છે અને એ દરમિયાન તા ઘૂંટણના દુખાવામાં રાહત અપાવે છે
અળવીનાં બીજ
અળવીનાં બીને અંગ્રેજીમાં ગાર્ડન ક્રેસ સીડ કહે છે જે આયર્ન અને પ્રોટીનનો રિચ સોર્સ છે. મગજના વિકાસ માટે તે ખૂબ ઉપયોગી છે અને યાદશક્તિ વધારે છે.તે લોહીને શુદ્ધ રાખે છે. ફીડિંગ કરાવતી લેડિઝ માટે અને એનિમિયાના દરદીઓમાં પણ ખૂબ ફાયદાકારક છે.
તલ
કાળા અને સફેદ તલ કેલ્શિયમનો સૌી મહત્ત્વનો સોર્સ ગણાય છે. તેમાં ખનીજ તત્ત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે એટલે એ હાડકાંની મજબૂતી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કાળા તલમાં ફાઇબર વધુ માત્રામાં મળે છે જે પાચન માટે ખૂબ ઉપયોગી છે.
સૂર્યમુખીનાં બીજ
સૂર્યમુખીનાં બીજ ત્વચા અને વાળ માટે ખૂબ ગુણકારી ગણાય છે. સોસો આર્રાઇટિસના દુખાવામાં એ ઉપયોગી છે. વળી એમાંથી મળતાં ઉત્તમ ગુણવત્તાનાં ફાઇબર્સ પણ શરીર માટે મહત્ત્વનાં છે. ડાયાબિટીસના પેશન્ટ્સ માટે
પણ ફાયદાકારક છે, કારણ કે ખોરાકમાંી મળતી સુગરને એ તરત લોહીમાં ભળતી અટકાવે છે. આ બીજમાં સેલેનિયમ નામનું તત્ત્વ છે જે કેન્સર તું અટકાવી શકે છે. સ્ટ્રેસ અને માઇગ્રેનમાં અને બેડ કોલેસ્ટેરોલને ઘટાડે છે.
કોળાનાં બીજ
સરળતાી મળતાં કોળાનાં બીજને અંગ્રેજીમાં પમ્પ્કિન સીડ કહે છે. તે પ્રોટીની ભરપૂર છે, જે મસલ્સને અને હાર્ટને મજબૂત બનાવે છે. તેમાં ભરપુર મેગ્નેશિયમ હોય છે, તે બ્લડપ્રેશરને તેમજ અચાનક આવતા હાર્ટસ્ટ્રોકને કંટ્રોલ કરે છે.