- હોસ્પિટલના સંચાલક રાજુ ઉસદડીયાએ આક્ષેપો કર્યા છે કે ખોટી રીતે કેન્દ્ર બંધ કરાવ્યું
- યોજનામાં સમાવેશ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો
જુનાગઢ જિલ્લામાં PMJAY યોજનામાં મોટાભાગે હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીએ દર્દીઓને લૂંટતા હોવાના આક્ષેપો આવકાર હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલી માનસિક ત્રાસને લઈને પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવકાર હોસ્પિટલના સંચાલક રાજુ ઉસદડીયાએ આક્ષેપ કર્યા છે કે ખોટી રીતે તેમનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. તેમજ આવકાર હોસ્પિટલના સંચાલક દ્વારા અન્ય હોસ્પિટલો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જૂનાગઢની હોસ્પિટલોમાં પણ દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યોજનામાં સમાવેશ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના રાજુભ ઉસદડીયાએ ગંભીર આક્ષેપો કર્યા છે.
જુનાગઢ જિલ્લામાં PMJAY યોજનામાં મોટાભાગે હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીની મીલીભગતથી દર્દીઓને લૂંટતા હોવાના આરોપ આવકાર હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. ઈન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલી માનસિક ત્રાસને લઈને પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે.
ખ્યાતિ કાંડ બાદ PMJAY યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તપાસ દરમિયાન કેશોદની આવકાર હોસ્પિટલનું PMJAY કેન્દ્ર બંધ કરવામાં આવ્યું હતું. આવકાર હોસ્પિટલના સંચાલક રાજુભાઈ ઉસદડીયા એ આક્ષેપ કર્યા છે કે ખોટી રીતે તેમનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તે ચેકિંગમાં તેઓએ જે કારણો દર્શાવ્યા છે તે સદંતર ખોટા છે. ફાયર એનઓસી બાયોમેડિકલ વેસ્ટ અને દવા માટેનું લાયસન્સ હોવા છતાં પણ તેની ક્ષતિઓ કાઢીને કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે પરંતુ ઘણી હોસ્પિટલો માં ચાલતી લાલિયા વાડી સામે આંખ બંધ કરી લેવામાં કરી લેવામાં આવી છે. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ દરમિયાન આપવામાં આવેલી માનસિક ત્રાસને લઈને હોસ્પિટલના સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે.
આવકાર હોસ્પિટલના સંચાલક દ્વારા અન્ય હોસ્પિટલો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જૂનાગઢની હોસ્પિટલોમાં પણ દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે જેમાં દર્દીઓને રિપોર્ટના પૈસા હોસ્પિટલે ચૂકવવાના હોય છે પરંતુ તે કોઈ હોસ્પિટલ ચૂકવતું નથી ઉપરાંત દર્દીને રજા આપે ત્યારે બસ ભાડાના પૈસા પણ આપવાના હોય છે તે પણ આપતા નથી અને યોજનામાં સમાવેશ હોય તેમ છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આવકાર હોસ્પિટલના સંચાલક દ્વારા કરવામાં આવેલા આક્ષેપને પગલે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા હજુ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ જેથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં ચાલતી લાલિયા વાડીઓ ખુલ્લી પડે છે.