- ચાહકો સ્ટેડિયમમાં આ મેચ ફ્રીમાં નિહાળી શકશે અને સવારથી જ ક્રિકેટરસિકો મેચ નિહાળવા પહોંચી ગયા: આયર્લેન્ડ સામે ભારતનું પલડું ભારે, 12 વનડે મેચમાં તમામ મેચ ભારતે જીતી છે
ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને આયર્લેન્ડ મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલી મેચ આજથી શરૂ થયો છે.બંને ટીમો વચ્ચેની આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ખરાખરીનો જંગ ચાલુ છે. આયર્લેન્ડ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનું નક્કી કર્યું છે.રસપ્રદ વાત એ છે કે ચાહકો સ્ટેડિયમમાં આ મેચ ફ્રીમાં નિહાળી શકશે અને સવારથી જ ક્રિકેટરસિકો મેચ નિહાળવા પહોંચી ગયા હતા. શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી માટે કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઝડપી બોલર રેણુકા સિંહ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. હરમનપ્રીતની ગેરહાજરીમાં, ઓપનર સ્મૃતિ મંધાના કેપ્ટનશીપ સંભાળશે, જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટીમની ઉપ-કેપ્ટન હશે.આયર્લેન્ડ તરફથી ગેબી લુઇસ આ શ્રેણીમાં આયર્લેન્ડનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટર-રેલી, અલાના ડાલઝેલ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ઓડીઆઈ અને ટી20 શ્રેણીમાં પ્રભાવશાળી જીત બાદ ભારતીય મહિલા ટીમ આ શ્રેણીમાં પ્રવેશ કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણી 2-1થી અને ઓડીઆઈ શ્રેણી 3-0થી જીતી હતી.
બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત મહિલા અને આયર્લેન્ડ મહિલા ટીમો વનડેમાં 12 વખત એકબીજા સામે આવી છે. જેમાં ભારતીય મહિલા ટીમનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ભારતીય મહિલા ટીમે 12 માંથી 12 વનડે જીતી છે. આયર્લેન્ડ એક પણ મેચ જીતી શક્યું નથી. આ દર્શાવે છે કે ભારતીય મહિલા ટીમ વધુ મજબૂત છે. આ તે જગ્યા છે જ્યાં ભારતીય ટીમને ઘરની ધરતી પર રમવાનો ફાયદો મળી શકે છે.
મેચ માટે બંને ટીમો
ભારત: સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (ઉપ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), ટાઇટસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સતઘરે આયર્લેન્ડ: ગેબી લુઇસ (કેપ્ટન),ક્રિસ્ટીના કુલ્ટર-રેલી, લૌરા ડેલેની, જ્યોર્જીના ડેમ્પ્સી, સારાહ ફોબ્ર્સ, આર્લીન કેલી, એમી મેગુઇર, લીહ પોલ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઉના રેમન્ડ-હોએ, ફ્રેયા સાર્જન્ટ