- “તારો થયો” લવ સ્ટોરી સાથે મ્યુઝિકલ એન્ટરટેનમેન્ટ આપતી ફિલ્મ 17મીએ સિનેમા ઘરોમાં ધૂમ મચાવશે
- ભારતીય સિનેમા માં ભારતભરમાં નિર્માણ થતી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં મુંબઈના સિનેમાની સંસ્કૃતિ ઉપરાંત આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સિનેમાની પરંપરાનો સમાવેશ થાય છે. એમાં પણ આજે ખાસ ગુજરાતી સિનેમાને એક માધ્યમ તરીકે દેશમાં લોકપ્રિયતા મળી છે
- ‘અબતક’ ના મેનેજીંગ ટ્રસ્ટી સતિષકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ સાત્વિક મનોરંજન અને લોક સાંસ્કૃતિકને ઉજાગર રાખવાનું મહત્વનું કામ કરે છે. ત્યારે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ બનાવવામાં જેટલી તકેદારી અને ચીવટ રાખવામાં આવે છે. એટલી જ ચીવટ પ્રમોશન અને પ્રચાર પ્રસાર માટે રાખવી જોઇએ. દેશ-દુનિયાભરમાં વસતાં ગુજરાતી પરિવારો ગુજરાતી ફિલ્મ પહોચાડવામાં પ્રચાર-પ્રસાર અનિવાર્ય છે.
આધુનિક ટેકનોલોજીના કારણે પ્રોડક્ટ રજૂ કરવાના પ્રસ્થાપિત સિનેમેટિક નિયમોમાં સુધારો થયો અને લક્ષ્યાંકિત દર્શકો સુધી સામગ્રી પહોંચાડવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર થ ફેરફાર થયો જોવા મળે છે એમાં પણ ગુજરાતી ફિલ્મ તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે,કેદાર પટેલ અને મિતાલીના પાત્રની આસપાસ કરે છે. જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા હિતેનકુમાર કેદારની ભૂમિકામાં અને ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈધ મિતાલીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય આરવ અને અંતરાની પણ ફિલ્મમાં આગત્વની ભૂમિકા છે. જે અનુક્રમે સન્ની પંચોલી અને વીમા નાંદી ભજવી સામ આ તમામ પાત્રોની આસપાસ વણલોટી વાતી ાબિત કરે છે કે. સાથે પ્રેમ એટલે એક જ વ્યક્તિને પ્રેમમાં વારંવાર પડવું. જે ફિલ્મ ગુજરાતી સિનેમાની દુનિયાને નવા ક્ષિતિજો સુધી પહોંચાડ્યા છે ,જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે, ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવેલ છે. એકસાથે, આ બધા પાત્રો જીવનની સફર મા એકબીજાને ફરીથી મદદ કરે છે અને સાબિત કરે છે કે સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું.આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે,નિર્માતા વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણ છે. ફિલ્મના દિગ્દર્શક એવોર્ડ વિજેતા એડિટર અને ડિરેક્ટર ધર્મેશ પટેલ છે.
આ ફિલ્મમાં હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સની પંચોલી, વ્યોમા નંદી, નમન ગોર, રીવા રાચ્છ, વિસ્તાસ્પ ગોટલા, સોનુ ચંદ્રપાલ, જ્હાનવી પટેલ, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જિજ્ઞેશ મોદી અને ખાસ હાજરીમાં હિતુ કનોડિયા છે. તારો થયો ફિલ્મની વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે.ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે.
ફિલ્મમાં 6 ગીતો છે. સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીરે આ ફિલ્મની મ્યુઝિકલ જર્નીમા સામેલ છે. ફિલ્મનું સંગીત પેનોરમા મ્યુઝિક પર છે. આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયો દ્વારા દેશભરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 17મી જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
તારો થયો ફિલ્મ થકી” રામલો” ફરી જોવા મળશે: હિતેનકુમાર
અબતક સાથેની વાતચીતમાં કલાકાર હિતેન કુમારે જણાવ્યું હતું કે’તારો થયો’ માત્ર એક ફિલ્મ નથી, તે એક મ્યુઝિકલ એસ્પિરિયન્સ છે જે મનોરંજન સાથે ભાવનાત્મક કડીઓ પણ આપે છે સમય સાથે શાશ્વત બની ગઈ છે, અને તે ગુજરાતી સિનેમાને એક નવો ઊંચકો આપતી હતી તેમનાં પ્રેમને કારણે આજે પણ તેઓ એક પ્રેરણારૂપ છે. આજના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત છે કે કેવી રીતે સાહસ અને શ્રમથી સફળતા મેળવી શકાય છે. ગુજરાતી સિનેમામાં હું એવો વ્યક્તિ છું કે જેને યુવા પેઢી સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે આ ફિલ્મ પરથી એવું કહી શકાય કે તમારો “રામલો “પાછો જોવા મળશે આ ઉપરાંત આ ફિલ્મમાં, મીઠી લવ સ્ટોરીને વધુ અસરકારક બનાવતા ગીતો તો કેટલીક વાર કટોકટીના અવસર પર સંવાદ પ્રદર્શિત કરતા ગીતો – આ તમામમાં ભારતીય સંગીતના તત્વોનું સમરણ જોવા મળે છે.ગુજરાતી સિનેમાએ છેલ્લા કેટલાક વર્ષોમાં એક મજબૂત વલણ લઈ લીધું છે, જયાં પ્રેક્ષકો માત્ર કથામાં નહીં પરંતુ ગીતોમાં પણ ઘણું શોધ છે. આ ફિલ્મના ગીતો શ્રોતાઓને ડીઝિટલ પોટફોર્મ પર લાંબા સમય સુધી સાંભળવાનું થાય એવું સંગીત ધરાવે છે. ’તારો થયો’ માત્ર એક ફિલ્મ નથી, તે એક મ્યુઝિકલ એક્સપિરિયન્સ છે જે મનોરંજન સાથેપણ આપે છે.
ચુકી ગયેલી મોસમને ફરીથી જીવતા શીખવાડતી ફિલ્મ એટલે તારો થયો: વ્યોમાં નંદી
અબતક સાથેની વાતચીતમાં વ્યોમાં નંદી એ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ખરેખર પ્રેમ એટલે શું? તેમજ ચુકી ગયેલી મોસમને ફરીથી જીવતા શીખવે તેવી ફિલ્મ છે વાર્તાઓ પણ રસપ્રદ છે આ ફિલ્મમાં પ્રેમ ઉપરાંત સંગાથ સમર્પણ ની વાત રજૂ કરવામાં આવી છે,જેમાં ગુજરાતી સિનેમાના જાણીતા અને લોકપ્રિય અભિનેતા હિતેનકુમાર ને સૌ કોઈ ઓળખે છે. તેની સાથે કામ કરવાનું એક લાવો કહેવાય, આ ફિલ્મ શ્રોતાઓને એક યાદગાર મ્યુઝિકલ સફર પર લઈ જાય છે
ફિલ્મના ગીતોમાં પ્રેમ, વિરહ, ઉમંગ અને જીવનની વિવિધ લાગણીઓનું ચિત્રણ: ધર્મેશ પટેલ
અબતક સાથેની વાતચીતમાં ડાયરેક્ટર જણાવ્યું હતું કે,તારો થયો’ ફિલ્મમાં કુલ ગીતો છે જે પ્રેક્ષકોના પનને સ્પર્શે મીઠાશ ધરાવે છે. આ ગીતોમાં પ્રેમ, વિરહ, ઉમંગ અને જીવનની વિવિધ લાગણીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જો કે, ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ છે કે દરેક ગીત ગુજરાતની સંસ્કૃતિને વવ્યક્ત તાજગીભર્યો અનુભવ કરાવે છે.રિપુલ શર્મા અને અભિજીત વાઘાણી બંનેને મ્યુઝિક કોમ્પોઝિંગમાં વિશાળ અનુભવ છે. રિપુલ શર્માએ અગાઉ પણ ગુજરાતી ફિલ્મોને હિટ ગીતો આપ્યા છે, અને આ ફિલ્મમાં પણ તેમના સંગીતના વિવિધ શ્રેણીના એસપરિમેન્ટ જોવા મળે છે.આ ફિલ્મની મ્યુઝિકલ સફરમાં જેનાથી ખાસ ચમક જોવા મળે છે તે છે . ખાસ કરીને પ્રેમભથી ગીતો અને સોફ્ટ મ્યુઝિકમાં તેમનો અવાજ શ્રોતાઓને દિલ સુધી પહોંચાડે છે. તેમની પેશકશમાં એક ખાસ પાત એ છે કે તેઓ દરેક ગીતમાં એવી ભાવનાને જીવંત કરે છે કે કોતાને ગીત સાંભળતી વખતે તે કથા સાથે જોડાય છે.ફિલ્મમાં દરેક ગીતનું પોતાનું અલગ રંગ અને અલગ મિજાજ છે. ફિલ્મના દરેક ગીતની લિરિક્સ એટલી સુંદર છે કે તે શ્રોતાને પ્રથમ જ વાર સાંભાળવામાં ભાવવશ કરીકરવામાં આવ્યું છે, જે છેલ્લા થોડા સમયથી ભારતીય સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. પેનોરમાની માર્કેટિંગ ટીમે ફિલ્મના મ્યુઝિકને ખૂબ નવીનતમ રીતે પ્રચારિત કર્યું છે, મ્યુઝિક લોન્યના અવસરે ફિલ્મના ગીતોને દર્શકો તરફથી ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતી ફિલ્મમેકર્સ હવે નવું અને પ્રયોગાત્મક છે.સંગીત લાવવા માટે ઉત્સુક છે, અને ’તારો થયો’નું સંગીત એના શ્રેષ્ઠ ઉદાહરણ છે
“તારો થયો” વિઝન -ઈમોશન સાથે એક માસ્ટર ફિલ્મ: સન્ની પંચોલી
અબતક સાથેની વાતચીતમાં શનિ પંચોલી એ જણાવ્યું હતું કે”તારો થયો “ફિલ્મ સાબિત કરે છે કે સાથેો પ્રેમ એટલે એક જ પાક્તિના પ્રેમમાં વારંવાર પડવું, ફિલ્મની વાર્તાના લેખક કાજલ ઓઝા વૈદ્યએ આ વિષય પર જે પરિણામો દર્શાવ્યા છે તે મા આજના યુવાનોના સંબંધોની મજબૂએ વાત ચોક્કસ છે કે પોતાના અભિનય, પ્રતિમા અને પાવર-પેક્ટ પર્ફોર્મન્સથી ફિતેન કુમાર કરીથી સાબિત કરી કે તેઓ ગુજરાતી સિનેમાના હાર્દ અને આ ફિલ્મના હાર્ટ સમય છે. આ યુવા પેઢીની માન્યતા અને લાગણીઓનું દરેક પાસામાં તેમનું સમર્પણ રેડયું છે. તેમની પ્રતિબંધમશ સ્કીન પર ચમકે છે, જે ’તારી થયો’ ને વિઝન અને ઈમોશન્સ સાથે એક માસ્ટરપીસ બનાવે છે
જીવનભરના સંગાથની વાતોની ઝલક બતાવતી બેનમૂન પટ કથા: રાવી રાજ
અબતક સાથેની વાતચીતમાં રાવી રાજે જણાવ્યું હતું. તારો થયો” ફક્ત એક રોમેન્ટિક ફિલ્મ નથી, પરંતુ તે સંગીતમય પાત્રડની કાવ્યાત્મક રજૂઆત છે, તે ગુજરાતી સિનેમાના દર્શકો માટે એક યાદગાર અનુભવ બની રહેશે. પ્રેમની યાદો અને જીવનભરના સંગાથની વાતોની ઝલકજોવા મળશે,ગુજરાતના જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય અને વિખ્યાત અત્રિનેતા હિતેન કુમાર સ્ટારર ફિલ્મ ’તારી થયો’ જીવનભરના સંગાથની વાતોની પ્રથમ ઝલકને જીવંત કરતી બેનમૂન પટકથા છે. આ અને ટ્રેલરને ફિલ્મચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.