ઉત્તરાયણનો પર્વ ખૂબ જ નજીક છે. જે પહેલા લોકોએ પતંગ ઉડાવવાનું શરુ કરી દીધુ છે. જો કે માતા-પિતાની બાળક પ્રત્યેની થોડી પણ બેદરકારી આ દરમિયાન જીવલેણ સાબિત થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પતંગ પકવા જતા બાળકો વીજ લાઇનને અડતા કરંટ લાગ્યો હોય અને મોત થયુ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવેલી છે. ફરી એક વાર આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે.
ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે અને પતંગની દોરીથી અકસ્માતો અને ગળું કપાવાના બનાવો સામે આવી રહ્યા છે. તે જ સમયે, ઉત્તરાયણ પહેલા, રાજકોટ અને સુરતમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે વાલીઓ માટે ચેતવણીની ઘંટડી છે. જ્યાં છત પર પતંગ ઉડાવતી વખતે બે માસૂમ બાળકોના વીજ કરંટ લાગવાથી મોત થયા હતા. બાળકોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટમાં 11 વર્ષના પુષ્પવીરનું મો*ત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના શાપરમાં રહેતો 11 વર્ષનો પુષ્પવીર શર્મા પતંગ ઉડાડવા માટે છત પર ચઢ્યો હતો. આ દરમિયાન, ઇલેક્ટ્રિક સબસ્ટેશનના થાંભલા પરથી પતંગ ઉપાડવાનો પ્રયાસ કરતી વખતે, તેને વીજ કરંટ લાગ્યો. જેના કારણે તે ઘટનાસ્થળે જ બળી ગયો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી કિશોરના અચાનક મૃ*ત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો.