- બીજા બે કલાકારો બાખડ્યા
- ગુજરાતી ગાયક કલાકારો વચ્ચે વકર્યો વિવાદ
- સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનો પલટવાર કહ્યું- ‘સાબિત કરો, તો હું આજીવન સંગીત છોડવા તૈયાર
- ‘મારા પર લગાવવામાં આવેલા આક્ષેપોને નકારું છું..’ સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનો જવાબ
- સાગર પટેલ અને કાજલ મહેરિયા એ એકબીજા સામે કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ
- સાગર પટેલના કાજલ મહેરિયા પર ગંભીર આરોપ, પાટીદારોને ચેતવ્યા
Sagar Patel-Kajal Meheriya Controversy : કાજલ મહેરિયાએ કહ્યું, મારા પર લગાવેલા આક્ષેપોને મારા ભાઈ સાબિત કરી બતાવે તો હું મારું સંગીત પ્રોફેશન આજીવન છોડી દેવા તૈયાર, જાણો સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે શું છે આ સમગ્ર વિવાદ ?
ગુજરાતી ગાયક કલાકારો વચ્ચે રોજ નવા વિવાદ જન્મી રહ્યા છે. હજુ બ્રિજરાજ ગઢવી અને દેવાયત ખવડનો ઝઘડો પત્યો નથી ત્યાં સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે નવા વિવાદ સામે આવ્યો છે. જેમા સાગર પટેલે દ્વારકાના કાર્યક્રમ દરમિયાન કાજલે અપશબ્દો કહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
લાગી રહ્યું છે ગુજરાતી ગાયક કલાકારો ગાયકી છોડીને વિવાદનાં સૂર લગાવી રહ્યા છે. દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ હજૂ શમ્યો નથી ત્યાં ગાયક સાગર પટેલ અને ગાયિકા કાજલ મહેરિયા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થયો છે. ગાયિકા કાજલ મહેરિયા કાર્યક્રમ દરમિયાન ઉમિયા માતાજી અને સમાજ વિશે અપશબ્દો બોલ્યાનો સાગર પટેલનો આરોપ છે. સાગર પટેલે પાટીદાર સમાજને ગાયિકા કાજલ મહેરિયાનાં કાર્યક્રમો ન યોજવા અપીલ કરી હતી. જો કે ગાયિકા કાજલ મહેરિયાએ સાગર પટેલનાં તમામ આરોપો ફગાવ્યા છે. ગાયિકાએ ઊંઝા ઉમિયા મંદિરે જઇ પાટીદાર આગેવાનો સામે આ મામલે સ્પષ્ટતા આપવાની તૈયારી દર્શાવી છે.
ક્યાંથી શરુ થયો સમગ્ર વિવાદ
સમગ્ર વિવાદ શરૂ ક્યાંથી થયો તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ગાયક કલાકાર સાગર પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને ગાયિકા કાજલ મહેરિયા પર આક્ષેપ કર્યો હતો. કાર્યક્રમમાં મંચ પર ગાયિકાએ કાનમાં આવીને તેમને અને ઉમિયા માતાને લઇને અભદ્ર શબ્દો બોલાયાનો દાવો સાગર પટેલે કર્યો હતો. આ વીડિયોમાં સાગર પટેલે પાટીદાર સમાજને કાજલ મહેરિયાના કાર્યક્રમો ન યોજવા અપીલ કરી હતી.
દ્વારકામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં કાજલ મહેરિયા અને સાગર પટેલ બંને હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન અચાનક જ કાજલ બેને આવી અપશબ્દો કહ્યા હોવાનો સાગર પટેલે આરોપ લગાવ્યો. વધુમાં સાગરે કહ્યુ મે વારંવાર પૂછ્યુ આવુ કેમ બોલો છે. કાજલ મહેરિયા માતાજી વિશે. સમાજ વિશે બોલ્યા જે અયોગ્ય હોવાનો સાગર પટેલે આરોપ લગાવ્યો છે. જો કે હાલ તો કાજલ મહેરિયાએ પણ સાગર પટેલના તમામ આરોપોને ફગાવ્યા છે.
કાજલ મહેરિયાનો પલટવાર
સિંગર સાગર પટેલના આક્ષેપ પર કાજલ મહેરિયાએ પલટવાર કર્યો છે. કાજલ મહેરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડીયોના માધ્યમથી કહ્યુ કે, મારા મોટાભાઈ દ્વારા (એટલે કે સાગર પટેલ દ્વારા) પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિષે અપશબ્દો બોલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારા પર લગાવવામાં આવેલા આક્ષેપોને હું સદંતર નકારું છું. આ સાથે તેમણે કહ્યું કે, મારા પર લગાવેલા આક્ષેપોને મારા ભાઈ સાબિત કરી બતાવે તો હું મારું સંગીત પ્રોફેશન આજીવન છોડી દેવા તૈયાર છું.
- મારા ઘરેથી ચપ્પલ પહેર્યા વગર ચાલતી ઊંઝા માં ઉમીયાના મંદિરે આવવા તૈયાર : કાજલ
આ સાથે સિંગર કાજલ મહેરિયાએ કહ્યું કે, હું સાચી છું અને પાટીદાર સમાજ તેમજ માં ઉમિયા વિષે એક પણ શબ્દ બોલી નથી. મારી સચ્ચાઈ સાબિત કરવા હું મારા ઘરેથી ચપ્પલ પહેર્યા વગર ચાલતી ઊંઝા માં ઉમીયાના મંદિરે આવવા તૈયાર છું. આ સાથે સાગર પટેલને કહ્યું કે, જો તમે સાચા હોવ તો મારા ઘરે સિકોતર માતાનો દીવો ઉપાડી સાબિત કરો. કાજલ મહેરિયાએ ઉમેર્યું કે, મેં કોઈનું દિલ દુભાય એવી વાત કરી નથી. મને ટાર્ગેટ કરવાનું બંધ કરો.
હવે જાણીએ શું કહ્યું હતું સાગર પટેલે
ગુજરાતી લોક ગાયક સાગર પટેલે પોતાની એક સોશ્યલ મીડિયા પૉસ્ટમાં કાજલ મહેરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં આક્ષેપ કરાયો છે કે, કાજલ મહેરિયાએ ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત કહેવામાં આવી છે. કાજલ મહેરીયાએ તેમની પાસે જઇ તેમને અપશબ્દો કહ્યા હોવાનું સિંગર સાગર પટેલે જણાવ્યું છે.
આ સાથે તેમણે કહ્યું કે, કાજલ મહેરીયાએ મારા વિશે અને ઉમિયા માતા વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, કાજલ મહેરીયા એટલુ ખરાબ બોલ્યા હતા કે તેમના શબ્દો હુ અહીં તમને કહી નહીં શકું. સાગર પટેલે કહ્યું કે, કાજલ મહેરીયાએ ઉમિયા માતાજી વિશે અપશબ્દો કહ્યા હતા. હુ તેને અંગત રીતે ઓળખતો નથી છતાય આવુ વર્તન કર્યુ, તેમણે કહ્યું કે મારી પાટીદાર સમાજને વિનંતી છે કે, કાજલ મહેરીયાને તમારા ગામમાં પ્રોગ્રામ ન કરવા દો. તેમણે કહ્યું કે આ બહેન કોઇ ધાર્મિક ગીતો ગાતા નથી. હું વિદેશમાં વસતા પાટીદાર લોકોને પણ આ વિનંતી કરુ છું કે આમને પ્રોગ્રામ માટે ન બોલાવશો.
વિડીયો મૂક્યા બાદ હવે મામલો ગરમાયો
સાગર પટેલ અને કાજલ મહેરિયાએ પોત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો મૂક્યા બાદ હવે મામલો ગરમાયો છે. વાસ્તવમાં બંનેના સમર્થકો એક બીજાનો પક્ષ લઈ કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે કેટલાક લોકો સાગર પટેલ અને કાજલ મહેરિયાને પોતાના કોઈપણ વિવાદને સમાજ સાથે ન જોડવા જણાવી રહ્યા છે.
- સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનો પલટવાર કહ્યું- ‘સાબિત કરો, તો હું આજીવન સંગીત છોડવા તૈયાર
કાજલ મહેરિયાએ જણાવ્યું કે, હું સાચી હોવાથી મારી વાત સાબિત કરવા માટે હું મહેસાણા સ્થિત મારા ઘરેથી ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિરે ચપ્પલ પહેર્યા વિના ચાલતી જઈશ. હું ઉમિયા માતાના દીવા પર હાથ મૂકીને કહીશ કે, હું પાટીદાર સમાજ વિશે કશું ખોટું બોલી નથી
ગુજરાતના યુવા ગાયક સાગર પટેલ અને ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરીયા વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. અગાઉ સાગર પટેલે કાજલ મહેરિયા પર પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં કાજલ મહેરિયાએ પણ વીડિયોના માધ્યમથી સાગર પટેલને પડકાર ફેંક્યો છે અને પોતે સાચા હોય તો મારા ઘરે સિકોતર માતાનો દીવો ઉપાડવા તૈયાર રહેજો.
કાજલ મહેરિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે સાગર પટેલનું નામ લીધા વિના જણાવ્યું છે કે, થોડા સમય પહેલા મારા મોટાભાઈએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો. જેમાં મારા દ્વારા ઉમિયા માતા અને પાટીદાર સમાજ વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે હું આ તમામ આરોપોને નકારું છું. જો હું પાટીદાર સમાજ કે ઉમિયા માતા વિશે એલફેલ બોલી હોવાનું તેઓ સાબિત કરી બતાવે, તો હું આજીવન મારું સંગીત છોડવા માટે પણ તૈયાર છું.