- લાભાર્થીઓએ કઠોળ,સરગવો, મેથીથી સુંદર રંગોળી બનાવી
- કાર્યક્રમમાં આભાર વિધિ રેખા ગઢવી દ્વારા કરાઈ
- કાર્યક્રમના મુખ્ય મહેમાન CDPO સહિતના બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો રહ્યા ઉપસ્થિત
અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ લાભાર્થીઓએ કઠોળ સરગવો મેથી સુંદર રંગોળી બનાવી હતી. પેજામાંથી 260 જેટલા લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. પોષણ ઉત્સવ કાર્યક્રમની શરૂઆતમાં નખત્રાણા CDPO સાન્તાબા ચુડાસમા અને ઉત્સવમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક શાળાના બાળકોની સુત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ચંપક રાવલે કર્યું હતું. આભાર વિધિ રેખાબેન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન CDPO શાંતા ચુડાસમા, પાર્વતી ભીમાણી સરપંચ પ્રિયંકા, ભૂમિ રામાનુજ, મંજુલા આયર, જયદીપ મુરારી, રાજેશ ગોરાણી, સુરેશ વેલાણી, દક્ષા મહેશ્વરી, અરવિંદ ગોરાણી, મુક્તા નાથબાવા સહિતના બહોળી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કલ્યાણપર તા.નખત્રાણા અહીં આઇસીડીસી ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવ યોજાયો હતો લાભાર્થીઓએ કઠોળ સરગવો મેથી સુંદર રંગોળી બનાવી હતી પેજામાંથી 260 જેટલા લાભાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. પોષણ ઉત્સવ કાર્યક્રમની શરૂઆતમાં નખત્રાણા સીડી પીઓ સાન્તાબા ચુડાસમા અને ઉત્સવમાં ઉપસ્થિત મેમાનોનું સ્વાગત કરવામાં આવ્યો હતો વિથોણ સેજાના સુપરવાઇઝર રેખાબેન ગઢવી મહેમાનોને આવકારી પરિચય આપ્યો હતો પ્રાથમિક શાળાના બાળકોની સુત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા ધાત્રી માતાઓને સાત માસથી ત્રણ વર્ષના ને રાશન કીટ આપવામાં આવે છે આરટીએસ (શ્રી અન્ન) બનાવેલી વાનગીઓનો નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મીટેલ(જાડા ધાન્ય) કઠોળ સરગવો મેથી પાલક ભાજી તેમજ અન્ય વિગેરે ધાન્યમાંથી લાભાર્થી દ્વારા પોષણ રંગોળી કરવામાં આવી હતી લાભાર્થી બહેનો દ્વારા બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ તથા મીટેલ અને સરગવા માંથી 130 જેટલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા ટી એચ આર ટી.એચ.આર.ના ઉપયોગ વિશેની જાણકારી આપતી નાટિકા મોટા અંગિયા બાલિકા પંચાયત દ્વારા રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ્રસંગિક ઉદબોધનમાં નખત્રાણા શાંતાબેન ચુડા સમાએ પૂરક પોષણ યોજના ટીએચઆર નું ઉત્પાદન ક્યાંથી થાય છે તે વિશે તેમાં રહેલા પોષક તત્વો અને રોજિંદા જીવનમાં તેના ઉપયોગ વિશે જાણકારી આપી હતી સરગવા વિશે રેખાબેન ગોરાણીએ પૂર્ણ શક્તિ વિષે નેહાબેન વાસાણીએ જાણકારી આપી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સીડીપીઓ શ્રી શાંતાબેન ચુડાસમા પાર્વતીબેન ભીમાણી સરપંચ શ્રી પ્રિયંકાબેન ભૂમિબેન રામાનુજ મંજુલાબેન આયર જયદીપ મુરારી રાજેશ ગોરાણી સુરેશભાઈ વેલાણી દક્ષાબેન મહેશ્વરી અરવિંદ ગોરાણી મુક્તાબેન નાથબાવા સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ચંપકભાઈ રાવલે કર્યો હતું આભાર વિધિ રેખાબેન ગઢવી દ્વારા કરવામાં આવી હતી વ્યવસ્થા અર્ચનાબેન ગોરાણીએ સંભાળી હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી