- 35,132 કરોડની છેતરપિંડી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં થાય તેમાં રિકવરી રેટ માત્ર 12%
- ભારતીય અર્થતંત્ર 2024-25માં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે: જયનારાયણ વ્યાસ
સુરતમાં કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જયનારાયણ વ્યાસે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર 2024-25માં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. ભારત સરકારની સંસ્થા નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસ દ્વારા ભારતનો અર્થતંત્રનો વૃદ્ધિદર 2024-25માં 6.4%ની નીચે સરકવાનો અંદાજ આપવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની નબળી કામગીરી હોવાનું કહેવાય રહ્યો છે. 80,000 કરોડનો ખાદ્યતેલ આયાત થાય છે તે મોંઘુ બનશે. તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો થશે. 2023-24માં 2 લાખ કરોડ રૂપિયાની GST ચોરી થઇ હતી. આ ઉપરાંત 35132 કરોડની છેતરપિંડી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં થાય છે જેમાં રિકવરી રેટ માત્ર 12% છે.
ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોધુ બની રહ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેવી વાત સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના પુર્વ મંત્રી અને હાલ કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે કહી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની પત્રકાર પરિષદમાં જયનારાયણ વ્યાસે ભાજપના રાજમાં ભારતીય અર્થતંત્ર સરકારની નીતિના કારણે નબળું પડી રહ્યું હોવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતને વિશ્વની ત્રીજા નંબરની અથવ્યવસ્થા બનાવવા માટે દાવો કરવામાં આવે છે પરંતુ ક્યારે બશે તે સમય બતાવવામાં આવતો નથી. જોકે. તેની સામે હાલમાં દેશનો વિકાસ દર તળીયે આવી રહ્યો છે. કોવિડ વખતે માઈનસ 5.8 વિકાસ દર હતો પરંતુ ત્યારબાદ વિકાસ દર 9.7 ટકા થયો હતો અને હવે આગામી દિવસોમાં 6.6 ટકાથી ઓછો થાય તેવો અંદાજ છે.
જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેનું કારણ જણાવતા તેઓએ કહ્યું હતું કે, ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે. જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લાગું કરવામાં આવ્યો છે જ્યારે માત્ર ત્રણ ટકા ટેક્સ ધનવાનો પર લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોંધુ બની રહ્યું છે.