- અમદાવાદનો શખ્સ અખેરામસિંહ દયાલસિંહ ચૌધરીની કરાઈ ધરપકડ
- એક પિસ્તોલ, 17 કાર્ટીસ,એક મેગજીન અને કાર મળી કુલ રૂ. 10.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
- હળવદ પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબી: હળવદ પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદ-માળીયા હાઈવે એક કારમાં હથિયાર સાથે એક શખ્સ પસાર થનાર છે જે બાતમીને આધારે હળવદ પોલીસે કવાડિયા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી જીજે-27-ઈસી-9798 નંબરની કારને અટકાવી તલાશી લેતા મૂળ રાજસ્થાનના વતની કાર ચાલક આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી રહે. હાલ શ્રીનાથ રેસિડેન્સી, આકૃતિ ટાઉનશીપ, નારોલ, અમદાવાદ વાળાના કબજામાંથી એક પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર, એક મેગજીન કિંમત રૂપિયા 500 તેમજ જીવતા કારતુસ કિંમત રૂપિયા 1700 મળી આવતા મહિન્દ્રા એક્સ્યુવી કાર કિંમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપિયા 10,12,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી એક્સયુવી ગાડીને રોકીને હળવદ પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. ત્યારે ગાડીમાં જઈ રહેલા શખ્સ પાસેથી એક પિસ્ટલ અને બે મેગેઝીન તથા 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના અજીતસિંહ સીસોદીયા અને હરવિજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેની ચેકપોસ્ટ પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ચેકપોસ્ટ ઉપરથી મળેલ બાતમી મુજબની મહિન્દ્રા એક્સયુવી 700 ગાડી નંબર જીજે 27 ઇસી 9789 પસાર થઈ રહી હતી. ત્યારે તે ગાડીને રોકીને ગાડીમાં જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો અને ત્યારે આ શખ્સ પાસેથી એક મેગેઝીન સાથેની પિસ્ટન તથા અન્ય એક મેગેઝીન તેમજ 17 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે હથિયાર તથા ગાડી મળીને 10,12,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી (ઉ.42) રહે. એ-303 શ્રીનાથ રેસીડેન્સી આકૃતિ ટાઉનશીપ નજીક નારોલ અમદાવાદ મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે. તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.