- ઉકાણી પરિવારના ત્રિ-દિવસીય મનોરથ અંતર્ગત
- 56 ભોગ મનોરથ ‘ઘ્વજાજી’ના દર્શન અર્થે ઉમટયું માનવ મહેરામણ: ગોકુળીયું બન્યું વૃંદાવન ધામ
રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 1ર.પ એકરમાં ઉભા કરાયેલા વૃંદાવન ધામમાં ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પિરવાર દ્વારા યોજાનારા ત્રિદિવસીય ‘મનોરથ’ અને શ્રીનાથજીના ‘ધ્વજાજી’ આરોહણ ઉત્સવ પ્રસંગે ઉકાણી પિરવાર, વૈષ્ણવો અને સમગ્ર રાજકોટવાસીઓ કૃષ્ણભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. ગઈ કાલે પણ ભોગ મનોરથમાં ભાવીકોએ મોટી સંખ્યામાં વૃંદાવનધામ ખાતે દર્શનનો લ્હાવો લીધો હતો.
રાજકોટના સેવાભાવી, દાનવીર, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની આત્મ: ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ યોજાનારા ત્રિદિવસીય મનોરથ પ્રસંગે નાથદ્વારા થી ‘ધ્વજાજી’ ખાસ ચાર્ટડ પ્લેન મારફત રાજકોટ લાવી ઈશ્ર્વરીયાના વૃંદાવન ધામ ખાતે ગઈકાલે ‘ધ્વજાજી’ નું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવોના તીર્થધામ શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી’ ચાર્ટર પ્લેનમાં આવ્યા બાદ રાજકોટના રાજમાર્ગો પર વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
ઉકાણી પિરવારના ત્રિદિવસીય ‘મનોરથ’ પ્રસંગે પ્રથમ દિવસે ગઈકાલે પણ ભોગ મનોરથ યોજાયો હતો.
શ્રી નાથદ્વારા ના પૂ. પૂજય વિશાલબાવા ના હસ્તે ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે વૃંદાવનધામમાં શ્રી નાથદ્વારાની ‘ધ્વજાજી’ નું આરોહણ કરવામાં આવ્યુ હતું,
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પિરવાર દ્વારા ‘ધ્વજાજી’ ના પૂજન બાદ વૃંદાવનધામ ખાતે શ્રી નાથજી મંદિર પાસે ‘ધ્વજાજી’ ના દર્શન ભાવીકો માટે ખુલા મુક્વામાં આવ્યા હતા.
કાલાવડ રોડ પર ઈશ્ર્વરીયા માં દ્વારકાધીશ ફાર્મ ખાતે 1ર.પ એકર વિશાળ જગ્યામાં વૃંદાવનધામ ઉભું કરવામાં આવ્યુ છે. જેમાં શ્રીનાથજીના મોતી મહેલ, દ્વારકાધીશ મંદિર, શ્રીજીબાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, ગીરીરાજ પર્વતની આબેહુબ પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
રાજકોટના ઉકાણી પિરવાર દ્વારા ત્રિદિવસીય ‘મનોરથ’ પ્રસંગે ગઈકાલે પ્રથમ દિવસે શ્રીનાથજી ‘ધ્વજાજી’ આરોહણ અને પણ્ ભોગ મનોરથમાં દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભાવીકો વૃંદાવનધામ ખાતે ઉમટી પડયા હતા.
વૃંદાવનધામ ખાતે ઉકાણી પિરવારના ત્રિદિવસીય મનોરથના પ્રથમ દિવસે મંગળવારે યોજાયેલ પણ ભોગ મનોરથની વિગતો આપતા બાન ગુ્રપના યુવા ડાયરેકટરો જય મૌલેશભાઈ ઉકાણી તથા લવ નટુભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે, નાથદ્વારા ના પૂ. વિશાલ બાવાની નિશ્રામાં ‘ધ્વજાજી’ ના પૂજનવિધિ કરવામાં આવી ત્યારબાદ પણ્ ભોગ મનોરથ અને ‘ધ્વજાજી’ ના દર્શન ખુલા મુક્વામાં આવ્યા.
વૃંદાવનધામ ખાતે આવતા તમામ ભાવિકો માટે ઠોકોરજીના દર્શન કરી શકે અને વૃંદાવનધામ નિહાળી શકે તે માટે સુચારૂ રૂપે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
વૃંદાવનધામ ખાતે ગઈકાલે પણ્ ભોગ ‘મનોરથ’ માં ઉકાણી પિરવાર દ્વારા 1રપ ડબા શુધ્ધ ધી, અને 1ર.પ ટન વિવિધ સામગ્રી માંથી બનાવાયેલ વિવિધ વાનગીઓનો રસથાળ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો. પણ ભોગમાં 1પ0 કિલોની વિશાળ કેક સહીત વિવિધ વાનગીઓ પ્રસાદી રૂપે ‘ઠાકોરજી’ ને ધરવામાં આવી છે.
અંદાજે 1.રપ લાખ કિલો ‘ઠાકોરજી’ ને ધરવામાં આવેલી ‘પ્રસાદી’ વૃંદાવનધામ ખાતે દર્શનમાં આવતા ભાવીકોને આપવામાં આવી રહી છે.
ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 7:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 7:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન નો લાભ લઈ રહી છે.
ભવ્ય અલૌકિક વૃંદાવનધામમાં ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી નિહાળી ને ભાવીકો ધન્યતા અનુભવી રહયા છે.
‘ધ્વજાજી’ મહોત્સવમાં કાલે શ્રીનાથધામ હવેલીના વ્રજરાજકુમારજી પધારશે
રાજકોટ સ્થિત શ્રીનાથધામ હવેલીના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી આવતીકાલે ઘ્વજાજી મહોત્સવમાં પધારવાના છે. મૌલેશભાઇ ઉકાણી બાનલેબ પરિવારના આમંત્રણને માન આપી તેઓ ‘ધ્વજાજી’ મહોત્સવમા: હાજરી આપવાના છે. તો આ પ્રસંગે સવે વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા જણાવેલ છે.