સુરતના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે અટકાયત કરી હતી.ત્યારબાદ પોલીસ આજે તેને લઈ તેના ઘર પર રિકન્સ્ટ્રકશન માટે પહોંચી હતી જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો. ત્યારે ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદાજુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસ અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી.
મળતી મુજબ સુરતના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ર સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ હું એકલો પડી ગયો છું, હવે આપણું કોઈ રહ્યું નથી કહી પત્ની, પુત્રની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ માતાપિતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરી બાદમાં પોતાના ઉપર પણ ચપ્પુ ફેરવી દીધું હતું. મૂળ સાવરકુંડલાના સ્મિત ગોયાણીએ પિતરાઈ ભાઈ સાથે મનદુઃખને લીધે નહીં પણ અન્ય કારણોસર હુમલો કર્યાની આશંકા પોલીસ સેવી રહી હતી.
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું નહોતું અને હંમેશા ઝઘડા થતા હતા. સ્મિત માતાપિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. પોલીસે આ અંગે તેની પુછપરછ માટે પ્રયાસ કર્યા હતા. પણ શરૂઆતમાં ગળું દુઃખે છે કહી જવાબ આપવાનું ટાળતા સ્મિતે હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડી ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદાજુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસ અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી.
શું હતો સમગ્ર બનાવ:
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલમાં સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા સ્મિત જીયાણીએ થોડા દિવસો પહેલા તેની પત્ની હિરલ અને પુત્રની હત્યા કરી હતી અને બાદમાં ચપ્પુ વડે તેના માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ સ્મિત અને તેના માતા-પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં માતા-પિતાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્મિત જીયાણીએ થોડા દિવસો અગાઉ વેન્ટીલેશન બારીના કાંચ વડે ગળું કાપી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.