- આરટીઓ કચેરીની વાર્ષિક કામગીરીનો રિપોર્ટ જાહેર
- અરજીઓની સંખ્યા, નવા વાહનના રજીસ્ટ્રેશન, ગોલ્ડ અને સિલ્વર નંબર પેટે થયેલી આવક સહિતના આંકડા જાહેર
રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2024માં કરવામાં આવેલી કામગીરી, અરજદારોની સંખ્યા, અરજીઓનો નિકાલ, નવા વાહનના રજીસ્ટ્રેશન, ગોલ્ડ અને સિલ્વર નંબર પેટે થયેલી આવક, ટ્રાફિક નિયમભંગ બદલ કરવામાં આવેલા કેસો અને દંડ સહિતના આંકડાકીય વિગતો સાથેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ આરટીઓ તંત્ર દ્વારા કુલ 13012 કેસો કરીને રૂ. 5.45 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.
આરટીઓ તંત્રના રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ દરમિયાન ઓવર લોડિંગના 1838 કેસો કરી રૂ. 2,43,72,851નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ઓવર ડાયમેંશના 570 કેસો કરી રૂ. 35,29,914નો દંડ, ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશનના 464 કેસો કરી રૂ. 45,80,000નો દંડ, ટેક્ષ વિના દોડતા 170 વાહનો વિરુદ્ધ કેસો કરી રૂ. 48,03,193નો દંડ, આરયુપીડી અને એસયુપીડીના 564 કેસો કરી રૂ. 5,64,000નો દંડ, રીફલેકટરના 649 કેસો કરી 6,49,000નો દંડ, વ્હાઈટ લાઈટ બદલ 773 કેસો કરીને 7,73,000નો દંડ, થર્ડ પાર્ટી વિમા વગરના 780 કેસો કરીને રૂ. 15,6000નો દંડ, બેફામ દોડતા 3328 વાહનોને 65,83,000નો દંડ, ભયજનક રીતે દોડતા 69 વાહનોને 1,04,500નો દંડ, પીયુસી વિના દોડતા 1629 વાહનોને રૂ. 8,14,500નો દંડ, ફીટનેશ વગર દોડતા 685 વાહનોને 36,85,000નો દંડ, હેલમેટ વિના વાહન ચલાવતા 160 ચાલકોને રૂ.80,000નો દંડ, સીટ બેલ્ટ વિનાના 174 ચાલકોને રૂ. 87000, ડ્રાયવિંગ લાયસન્સ વિનાના 1159 ચાલકોને 23,18,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ વર્ષ દરમિયાન 13012 કેસો કરીને રૂ. 5,45,03,958નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
2024માં 1.10 લાખથી વધુ વાહનોની ખરીદી
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2024માં રાજકોટમાં કુલ 1,10,236 વાહનોની ખરીદી થયાનું નોંધાયું છે. જે પૈકી 10,498 ટ્રાન્સપોર્ટ વાહનો અને 99,738 નોન ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદી થયાનું સામે આવ્યું છે. જે વાહનોની વાત કરવામાં આવે તો 71,795, ટુ-વ્હીલર, 22,587 કાર, 4508 એગ્રીક્લચર ટ્રેકટર, 3716 ઓટો રીક્ષા, 1214 માલસામાનની રીક્ષા, 9 ઈ-રીક્ષા, 4166 માલવાહક વાહનો, 422 કોર્મશિયલ ટ્રેકટર, 29 મેક્સી કેબ, 374 મોટર કેબ, 347 બસ, 45 શૈક્ષણિક બસ, 25 એમ્બયુલન્સ, એક ટ્રેલર, 149 ડમ્પર, 2562 મોપેડ, 13 ફોર્ક લિફ્ટ, 120 ક્રેન, 429 ક્ધસટ્રક્શન વાહનોન્જ રજીસ્ટ્રેશન આરટીઓમાં થયું હતું.
ફેસલેસ સેવા ફળી: 1.35 લાખ અરજદારોએ લાભ લીધો
વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફેસલેસ સર્વિસ ચાલુ કરવામાં આવી હતી. જે રાજકોટ આરટીઓને ફળી છે. અરજદારો ઘરેબેઠા લાયસન્સ અને વાહન સંબંધિત કામો કરાવી શકે તેવા ઉદેશ્ય સાથે શરૂ કરાયેલી સર્વિસનો રાજકોટના 1,35,481 લોકોએ લાભ લીધાનું આરટીઓએ જાહેર કર્યું છે. ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત સર્વિસમાં લર્નિંગ લાયસન્સ, લાયસન્સ કોપી, ડ્રાયવિંગ લાયસન્સ રીન્યુ, સરનામું બદલાવવું, ઇન્ટરનેશનલ ડ્રાયવિં લાયસન્સ પરમીટ સહીત સેવાઓ માટે ફેસલેસ સર્વિસ હેઠળ 76256 લોકોએ અરજી કરી હતી જે પૈકી 98% એટલે કે 75423 અરજીઓનો નિકાલ થવા પામ્યો છે. જયારે વાહન સંબંધિત સર્વિસ માટે ફેસલેસ હેઠળ 59225 અરજીઓ કરવામાં આવી હતી જર પૈકી 58618 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આરટીઓની તિજોરી છલકાઈ: ગોલ્ડ અને સિલ્વર નંબર થકી અધધધ રૂ.15.18 કરોડની આવક
રાજકોટીયન્સ પસંદગીના નંબર માટે ગમે તે રકમ ચૂકવવા હોય છે તેવા અનેક દાખલ અગાઉ સામે આવી ચુક્યા છે ત્યારે વર્ષ 2024માં ગોલ્ડ અને સિલ્વર નંબરની હરાજી કરતા આરટીઓને કુલ રૂ. 15,18,45,500ની આવક થવા પામી છે. જે પૈકી ટુ વ્હીલરમાં પસંદગીના નંબર પેટે રૂ. 18,83,500ની આવક જયારે કારમાં પસંદગી નંબર પેટે રૂ. 74,93,000ની આવક થવા પામી છે. વર્ષ દરમિયાન કુલ 30837 વાહનોમાં પસંદગીના નંબર માટે રાજકોટીયન્સે રૂ. 15,18,45,500ની આવક થવા પામી છે.
પ્યોર પેટ્રોલની બોલબાલા 74,511 વાહનોની ખરીદી
વાહનોની ખરીદીમાં પ્યોર પેટ્રોલ વાહનોની બોલબાલા હોય તેવા આંકડા પ્રાપ્ત થયાં છે. વર્ષ 2024 દરમિયાન 74,511 પેટ્રોલ વાહનોની ખરીદી થઇ છે. જયારે 14,013 ડીઝલ વાહનો, 6071 સીએનજી, 65 ડીઝલ હાઇબ્રિડ, 3130 ઇલેક્ટ્રિક(બીઓવી), એક ઇથેનોલ, 3 એલએનજી, 8560 પેટ્રોલ અને સીએનજી, 555 પેટ્રોલ અને ઇથેનોલ, 984 પેટ્રોલ હાઇબ્રિડ, 1776 ઇલેક્ટ્રિક વ્હીકલ અને 404 સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી થયાનું નોંધાયું છે.