- સંગઠનમાં લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ર્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરાય: જીઈબી એન્જિનિયર એસો અધિવેશન જુનાગઢ અથવા અંબાજી ખાતે યોજાયું
- અમદાવાદ ખાતે જીઇબી એન્જિનિયર એસો ની સીએમસી મીટીંગ યોજાય
જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન ગુજરાતનું એકમાત્ર ઓફિસર્સ મેમ્બરનું રજીસ્ટર એસોસિએશન છે, જેમાં મેમ્બર તરીકે ૠઞટગક તાબા નીચેની કંપનીમાં કાર્યરત જુનિયર ઈજનેર થી ચીફ એન્જિનિયર સુધીના ઈજનેરો નું સંગઠન છે. આ સંગઠનમાં 6000 જેટલા ઇજનેરો જોડાયેલા છે, સંગઠનની જાળવી રાખવા અને ઇજનેરોના પોલીસી લેવલના પ્રશ્નો વખતો વખત સરકાર માં તેમજ મેનેજમેન્ટ માં રજૂઆત કરવા માટે સેન્ટ્રલ મેનેજિંગ કમિટી ની મીટીંગ આયોજિત થતી હોય છે, તેના ભાગરૂપે જીઇબી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા આયોજિત સીએમસી મીટીંગ હોટલ ઈલોગિયા અમદાવાદ ખાતે યોજાયેલ, આ મિટિંગમાં રાજ્યભરના જીઇબી એન્જિનિયર એસોસિયેશનના છ કંપની જેટકો ,જીસેક, પીજીવીસીએલ ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ કંપનીમાંથી એસોસિએશનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ મિટિંગમાં ખાસ કોરબોડી માંથી સેક્રેટરી ફાઈનાન્સ જે આર શાહ ,ટઙ ૠજઈઊક એ બી પ્રજાપતિ, વીપી ડિસ્કોમ અને યુજીવીસીએલના ચીફ એન્જિનિયર જી.એચ એન્જિનિયર, વાઈસ પ્રેસિડેન્ટ લીગલ એસ.ડી.પટેલ તથા તમામ કંપનીના જનરલ સેક્રેટરી અને સંયુક્ત સંકલન સમિતિના કાર્યકારી અધ્યક્ષ બી એમ શાહ તેમજ ચૂંટણી અધિકારી અને ચીફ ઇજનેર જેટકો કે જે ભુવા ઉપસ્થિત રહેલ, આ મિટિંગમાં એસોસિએશનના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે આ મિટિંગમાં સેક્રેટરી જનરલ તરીકે મને વધુ એક વર્ષ કોરબોડી તથા સીએમસી મેમ્બરો દ્વારા મારા પર વિશ્વાસ મૂકીને ડિસેમ્બર 26 સુધીનો સેક્રેટરી જનરલ તરીકેનો કાર્યભાર સોપેલ છે, ત્યારે હું અને મારી ટીમ આગામી દિવસોમાં સંગઠન ને કઈ રીતે મજબૂત બનાવી શકાય તેમ જ મેમ્બરો ના પોલિસી લેવલના પ્રશ્નો ને વાચા આપવા માટે પ્રયત્નો કરવામાં આવશે. તેમજ મેમ્બરો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા માટે મેનેજમેન્ટ અને સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેમ છતાં ઉકેલ નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધતા અમે અટકીશું નહીં, આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025 ની તૈયાર કરેલી જીબીઆ ડાયરી કોર બોડી મેમ્બરો દ્વારા વિમોચન કરવામાં આવેલ. આ મીટીંગ દરમિયાન આવનારા ડિસેમ્બર 2026 મા જીઈબી એન્જિનિયર એસોસિએશન આગામી અધિવેશન જુનાગઢ અથવા અંબાજી ખાતે આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે, તેમજ તેને માટે સોવીનીયર ની પણ જાહેરાત કરવામાં આવેલ છે. જીઈબી એન્જિનિયર એસોસિએશન ના પ્રમુખ પદ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયા શોભાવે છે. જીઇબી એન્જિનિયર એસો ની સીએમસી મીટીંગ અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ જેમાં એચ.જી વઘાસિયા ને વધુ એક વર્ષ માટે સેક્રેટરી જનરલનો ચાર્જ સોપાયો.