- દેશ મહાજનની ટીમ દ્વારા ભાઈઓનું સ્વાગત કરાયું
- સામાજિક સેવા કરનાર અને જ્ઞાતિ પ્રત્યેનો ભાવ જોઈને લોકો ભાવુક થયા
સૌપ્રથમ ગાંધીધામથી સંપૂર્ણ કચ્છમાં જખૌ ખાતે ઓધવરામ બાપાના દર્શન કરી નલિયા પધાર્યા હતા. તેમજ રાજસ્થાનથી ભાનુશાલી ભાઈઓ નલિયામાં રહેતા ભાનુશાલી સમાજના ભાઈઓ સાથે મિલન કર્યું હતું. જેમાં દેશ મહાજનની ટીમ દ્વારા એમનું ઉત્સાહભેર સાથે સાલ ઓઢાળી અને શ્રીફળ અર્પણ કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વે લોકો ભેગા થઈ જ્ઞાતિની ઉત્કર્ષ માટે પ્રયત્ન કરશું એવી દેશ મહાજનની ટીમ સાથે આઠે તાલુકાના રાજસ્થાનના ભાઈઓએ ખાતરી આપી હતી. રાજસ્થાનના આઠ તાલુકાના પ્રમુખ સ્થાન ઉપર સામાજિક સેવા કરનાર,પ્રેમ અને જ્ઞાતિ પ્રત્યેનો ભાવ જોઈને લોકો ભાવુક થયા હતા. આ ઉપરાંત દેશ મહાજનની ટીમ દ્વારા ભાઈઓનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, રાજસ્થાનના આઠ તાલુકાના પ્રમુખ સ્થાન ઉપર સામાજિક સેવા કરનાર ખરેખર એમનો પ્રેમ જ્ઞાતિ પ્રત્યેનો ભાવ જોઈને સૌ લોકો ગદગદ થઈ ગયા. સૌપ્રથમ ગાંધીધામ થી સંપૂર્ણ કચ્છમાં જખૌ ખાતે ઓધવરામ બાપા ના દર્શન કરી નલિયા પધાર્યા હતા જેમાં દેશ મહાજનની ટીમ એમનું ઉત્સાહભેર સાથે સાલ ઓઢાળી અને શ્રીફળ અર્પણ કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સર્વે માં હિંગળાજ અને ઓધવરામ બાપા ની એક છત્રી નીચે ભેગા થઈ જ્ઞાતિની ઉત્કર્ષ માટે પ્રયત્ન કરશું એવી દેશમાજનની ટીમ સાથે આઠે તાલુકાના રાજસ્થાનના ભાઈઓએ ખાતરી આપી હતી તેમજ સમસ્ત ભારતભરમાં ભ્રમણ કરવા હરિદ્વારથી જે ઓધવ જ્યોત જખૌ આવવાની છે તેનું સ્વાગત કરવા તત્પર રહેશું.
ઓધવ જ્યોત સાથે બાપા પધારશે એવું પણ અનુભવ થાય છે. બાપા ઓધવરામનું ઉત્સવ 28 29 અને 30 એપ્રિલ2025 ના રોજ યોજાશે જેમાં વધારેમાં વધારે આ કાર્યમાં ભાઈઓ જોડાશે અને બાપાના સૌ ગુણલા ગાશે અને ઓધવ રાસ પણ રમશે તેમજ અમારા કુળદેવી સતિમાં છે તેમ જ અમારા વડીલો બધા કચ્છના છે અને કચ્છમાં છે એવું રાજસ્થાનથી પધારેલ ભાનુશાલી ભાઈઓએ જણાવ્યું હતું.
આગામી કાર્યક્રમમાં કચ્છી ભાનુશાલી દેશમહાજન ટીમ સાથે મળી સૌ આગળ સામાજિક વ્યવસ્થા કેમ સુલભ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. જેમાં કચ્છી ભાનુશાલી દેશમહાજનની ટીમ દ્વારા પણ સામાજિક વ્યવસ્થા કેમ સરળ બને સમાજમાં શિક્ષણ વ્યવસ્થા સાથે આરોગ્ય વ્યવસ્થા સાથે ગામડા ગામમાં રહેતા ભાઈઓને કેમ ઉપયોગી થઈ શકે અને અત્યારે કેમ સમસ્ત કચ્છમાં કાર્ય કરી શકે તેનો આખો ખ્યાલ ની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. માં હિંગળાજ ભગવાન ઓધવરામ ભગવાન વાલરામ ની જય બોલાવી સાથે સન્માન કરી સર્વેને વિદાય આપવામાં આવી હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી