- રાજયના 11 ગ્રાઉન્ડ પર પુરૂષ ઉમેદવારો અને 4 ગ્રાઉન્ડ પર મહિલા અને માજી સૈનિક ઉમેદવારોની પરીક્ષા લેવાશે
પોલીસ વિભાગમાં ખાલી પડેલી અલગ અલગ કેડરની 12472 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 10,73,786 ઉમેદવારોએ અરજી કરી છે. દરમિયાન આજથી રાજયમાં અલગ અલગ શહેરોના 15 મેદાન ખાતે ઉમેદવારોની શારીરિક કસોટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 15 પૈકી 11 મેદાનો પર પુરૂષ ઉમેદવારો અને ચાર મેદાનો પર મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે.
સરકારના ગૃહવિભાગના ઠરાવ મુજબ ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3ની જગ્યાઓ સિધી ભરતીથી ભરવા માટેની ભરતી પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર પુરૂષ / મહિલાની 472 જગ્યા અને લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ એસ.આર.પી.એફ./ જેલ સિપોઇ પુરૂષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંક : ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરના ક્ધફર્મ થયેલ 10,73.786 ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 શહેર/જીલ્લા/એસઆરપી જુથ/યુનિટના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે બોેલાવવામા આવ્યા છે.
11 ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની આજથી 31મી જાન્યુઆરી સુધી ફકત પો.સ.ઇ. તથા પો.સ.ઈ. અને લોકરક્ષક કેડર (બોક્ષ) તેમજ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમ્યાન ફક્ત લોકરક્ષક કેડરની શારીરિક કસોટી યોજાશે
4 ગ્રાઉન્ડ ખાતે મહિલા તથા માજીસૈનિક ઉમેદવારી માટે આજથી 29મી દરમ્યાન ફક્ત પો.સ.ઈ. તથા પો.સ.ઇ. અને લોકરક્ષક કેડર (બોથ) તેમજ 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી જયાારે લોકરક્ષક માજી સૈનિક ઉમેદવારોની 28 અને 29 જાન્યુઆરી સુધી યોજાશે
દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં કુલ-96ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની નિમણૂંક કરવામાં આવેલ છે. તદ ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે ડીઆઈજીપી આઈજીપી કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે.
શારીરીક માપ કસોટી માટે આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા માપણી કરવામાં આવનાર છે. તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટલ કટોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.