- ‘ખુશ્બુ ગુજરાત કી’ આખી દુનિયામાં ફેલાઈ
- આ પહેલા આ રેકોર્ડ અલ-એઈન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો
Ahmedabad Flower Show: અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શોએ વિશ્વ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. અમદાવાદમાં આયોજીત ફ્લાવર શોએ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
અમદાવાદના ઈન્ટરનેશનલ ફલાવરશોને વર્લ્ડ લાર્જેસ્ટ ફલાવર બુકે માટે
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ છે.10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રીજયાવાળા ફલાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફલાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે. અગાઉ આ પહેલા આ રેકોર્ડયુનાઈટેડ આરબ એમિરેટસની અલ-એઈન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.
ફ્લાવર શોના બુકેને મળ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
Breaking Records with Every Bloom!
We’re thrilled to announce that our magnificent Ahmedabad International Flower Show has entered the Guinness World Records for creating the largest flower bouquet ever.#amc #amcforpeople #BloomingAhmedabad #FloralFestivities #ExploreAhmedabad… pic.twitter.com/2J8YWEmqOr— Amdavad Municipal Corporation (@AmdavadAMC) January 7, 2025
સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં દર વર્ષે હાજારો લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે. આ ફ્લાવર શોનું નામ ફરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો ત્યારે આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે, આ અદ્ભુત ફ્લાવર બુકે 10.24 મીટર ઊંચો (લગભગ 34 ફૂટ) અને 10.84 મીટરની ત્રિજ્યા ધરાવે છે.
ફ્લાવર શો જોવા માટે સહેલાણીઓનો ઘસારો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ છે અને 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે ત્યારે આ ફ્લાવર શોને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસ શનિવાર-રવિવારે ભારે ભીડ જોવા મળતી હોય છે. જાણકારી મુજબ અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફલાવર શોની ઝલક શેર કરી હતી. અને PM મોદીએ કહ્યુ હતું કે મને આ શો સાથે મજબુત લગાવ છે. કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતી સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણુ વિશે જાગૃતિને પ્રેરણા આપે છે.