સિવિલ હોસ્પિટલની જનાના હોસ્પિટલ ખાતે ઇંખઙટના દર્દીઓ માટે વોર્ડ તૈયાર: દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે બેડ 10 બેડ તૈયાર કરવામાં આવ્યા
ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ (HMPV) ફેલાવાના કારણે ઘણા લોકો તેનાથી સંક્રમિત થયા છે. આ કારણે દેશમાં પણ લોકો વચ્ચે ભય વધતો જઈ રહ્યો છે. લોકોને કોવિડ-19 જેવો ડર લાગી રહ્યો છે, દેશમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યૂમો વાયરસના કેસો સતત વધી રહ્યા છે.
HMPV વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા જનાના હોસ્પિટલ ખાતે ઇંખઙટના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
HMPVના દર્દીઓ માટે સિવિલમાં 10બેડ નો વર્ડ તૈયાર કરવા મા આવીયો છે, ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલનાં હિસાબી અધિકારી ડો.એમ.સી. ચાવડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજકોટમાં HMPV વાઇરસનો કોઈ કેસ સામે આવ્યો નથી અને હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે અને આ વાઇરસથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.ખાસ કરીને નાનાં બાળકોનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવે છે.HMPV વાયરસ માટેની ટેસ્ટ હોસ્પીટલમાં જ થઈ શકે તે માટે જરૂરી કીટની ખરીદી માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી છે.
શું છે હ્યુમન મેટાન્યૂમોવાયરસ(HMPV)
હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) એ એક વાયરસ છે જે મુખ્યત્વે ઠંડા હવામાન દરમિયાન ફેલાય છે. જો તે વધુ ગંભીર બને છે, તો તે ફેફસાં સુધી પહોંચી શકે છે અને ન્યુમોનિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ થાય છે. બાળકો અને વૃદ્ધોને વધુ અસર કરે છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમવાર 2001માં થઈ હતી
HMPV કેવી રીતે ફેલાય છે?
તે ઉધરસ, છીંક, હાથ મિલાવવા અથવા સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. જો ચેપ લાગે છે, તો પાંચ દિવસ પછી લક્ષણો દેખાય છે. ઘણી હદ સુધી તેના લક્ષણો કોરોનાવાયરસ જેવા જ છે. કદાચ આ જ કારણથી લોકો આ વાયરસથી ખૂબ ડરી ગયા છે.
HMPVના લક્ષણ શું છે?
તેના લક્ષણો મોટાભાગે કોવિડ-19 ના પ્રારંભિક લક્ષણો જેવા જ છે. જેમાં શરદી,ગળામાં ખરાશ,માથાનો દુખાવો, તાવ ઠંડી લાગે,વહેતું નાક,ઉધરસ થવી,શ્વાસ લેવામાં સહિતના લક્ષણોમાં ફેફસાંના ઇન્ફેક્શનનો સમાવેશ થઈ શકે છે.
HMPVથી બચાવના માટે શું કરવું જોઈએ
માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવું,ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં ન આવો,ખાંસી અને છીંકતી વખતે મોં પર રૂમાલ રાખો.વધુ પાણી પીવો. પૌષ્ટિક અને ઘરે બનાવેલો ખોરાક લો,પૂરતી ઊંઘ લો,સાબુથી હાથ ધોવાનું રાખો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો,જમતી વખતે પણ હાથને સારી રીતે સાફ કરો,દરરોજ સ્નાન કરો. સ્વચ્છતાનું ધ્યાન રાખો.જો ઉપર જણાવેલ લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ લો.
આ વાઇરસ 2001 થી છે કોઈ ગભરાવાની જરૂર નથી: ડોક્ટર એમ સી ચાવડા
અબતક સાથેની વાતચીતમાં ડો. એમ સી ચાવડા એ જણાવ્યું હતું કે,એચ.એમ.પી.વી વાયરસ ના કેસ અમદાવાદ ખાતે આવેલ છે જેને ધ્યાનમાં લઈને રાજકોટ જનાના હોસ્પિટલ બિલ્ડીંગના 6 માળે બાળકો ના વિભાગ ની અંદર 10 બેડ ની ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે ની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે તમામ દવાઓ તેમજ સ્ટાફ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે તેમજ ટેસ્ટ માટેની કીટ ની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પીડીયુ હોસ્પિટલ ખાતે આર.ટી.પી.સી.આર ટેસ્ટ થઈ શકે તે માટેની સુવિધા ઉભી કરાશે ટૂંક સમયમાં જ એચ.એમ.પી.બી વાયરસનો ટેસ્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરી દેવામાં આવશે જો જરૂર પડશે તો એચ એમપી વી વાયરસ માટે આખો વોર્ડ પણ ઉભો કરવાની તૈયારી દર્શાવી એચ એન ટીવી વાયરસ છે તે કોઈ નવો વાયરસ નથી 2001 થી આ વાયરસ ભારતમાં છે વળાદ દર વર્ષે ભારતમાં હોય જ છે પણ તે બે થી સાત દિવસની અંદર મટી જતો હોય છે વળદિં વાયરસ યુમીનિટી ઓછી હોય અથવા વૃદ્ધ હોય અથવા બાળકો હોય તેને થવાની શક્યતા વધુ રહે છે વળદિં વાયરસ નો ટેસ્ટ જે જગ્યાએ આરટીપીસીઆરના ટેસ્ટ થાય છે તે દરેક જગ્યાએ થઈ શકે છે પ્રાઇવેટ લેબમાં પણ થઈ શકે છે એચ એન પી વી વાયરસ થી બચવા માટે હાથ વારંવાર ધોતું રહેવું તેમ જ ભીડ પાડવાની જગ્યાએ જવાનું ટાળવું અને જો આવા લક્ષણ દેખાય તો સાતથી દસ દિવસ માટે અઈ સો લેટ પણ થઈ અને કેર કરવી એચ એમપી વી વાયરસના મુખ્ય લક્ષણમાં તાવ શરદી ઉધરસ જેવું સામાન્ય હોય છે પણ શ્વાસ લેવામાં તકલીફ અને ઊંચા પ્રમાણમાં તાવ આવવો હોતું હોય છે અત્યાર સુધી આ વાયરસ થી કોઈ સિરિયસ કેસ અને મોત આવ્યું હોય તેવા સમાચાર હજી સુધી અમારી પાસે નથી જો આ રીતના લક્ષણો દેખાય તો સામાન્ય ઘરગથ્થુ ઈલાજ ન કરી દવા લેવા પણ અપીલ કરેલી હતી જણાવ્યા મુજબ 100 બેડની પણ વ્યવસ્થા માટે તૈયાર છે