લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા પ્રયાસ: કોર્પોરેટ ટેકસમાં ‘યોગ્ય’ ઘટાડાની ભલામણ ન સ્વીકારાતા અનેક ઉદ્યોગકારો નિરાશ
નાણા પ્રધાન અરૂણ જેટલીએ વ્યક્તિગત આવકવેરા સ્લેબમાં ભલે કોઈ ફેરબદલ કરી ન હોય પરંતુ તેમણે કોર્પોરેટ ટેકસમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપી છે. હવે ૨૫૦ કરોડી ઓછુ ટર્ન ઓવર કરતી પેઢીઓએ ૩૦ ટકાની જગ્યાએ ૨૫ ટકા કોર્પોરેટ ટેકસ ચૂકવવાનો રહેશે.
નાણા પ્રધાન અ‚ણ જેટલીએ કોર્પોરેટ ટેકસમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપેલી રાહત સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત હોવાનું કહ્યું છે. આ બન્ને યોજનાઓ હેઠળ દેશમાં જ ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. કોર્પોરેટ ટેકસ ૩૦ ટકામાંથી ૨૫ ટકા કરાતા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મહદઅંશે રાહત શે. આ રાહતના પરિણામે રોજગારીનું સર્જન શે તેવું માનવું સરકારનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા રૂ.૫૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેકસ ચૂકવવો પડતો હતો પરંતુ બજેટમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ ૫૦ કરોડી મર્યાદા વધારીને ૨૫૦ કરોડ સુધીની કરી છે. હવે એ પણ મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૬-૧૭માં જે કંપનીઓનું ટર્નઓવર ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું હતું તેમને પણ ૨૫ ટકા કોર્પોરેટ ટેકસ ચૂકવવાનો રહેશે.
તાજેતરમાં ફિક્કી દ્વારા કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાનું સુચન સરકારને આપવામાં આવ્યું હતું. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો શે તો પ્રાઈવેટ સેકટર તરફી મુડી રોકાણ વધશે તેવી દલીલ પણ કરવામાં આવી હતી. સનિક કંપનીઓને વિદેશી કંપનીઓ સો સીધી હરીફાઈમાં ઉતરવું પડતું હોય. કોર્પોરેટ ટેકસમાં રાહત ઈચ્છનીય હતી પરંતુ સરકારે ૨૫૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને ૫ ટકાની રાહત કોર્પોરેટ ટેકસમાં આપી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ફિક્કીએ આપેલી ભલામણને માન્ય રાખી ની. એક તરફ વિકસીત અને વિકાસશીલ દેશો ઉદ્યોગોને બચાવવા માટે કોર્પોરેટ ટેકસમાં રાહત આપી રહ્યાં છે. બીજી તરફ ભારત સરકારે છેલ્લા ઘણા સમયી કોર્પોરેટ ટેકસમાં યોગ્ય ઘટાડો કર્યો ની. ઓપન બજાર હોવાના કારણે વિદેશી કંપનીઓ ભારતમાંથી બહોળી કમાણી કરે છે.
સનિક ઉત્પાદકોને ટેકસના કારણે ઉત્પાદનો મોંઘા પડતા હોય છે. જેની સામે વિદેશી કંપનીઓના ઉત્પાદન સસ્તાદરે બજારમાં વેંચાય છે. માટે કોર્પોરેટ ટેકસ ઘટાડવાની માંગણી ઈ હતી.જો કે સરકાર ઘરેલું ઉત્પાદકોને બચાવવા માટે કોર્પોરેટ ટેકસ ઘટાડવાની જગ્યાએ આયાત તી વસ્તુઓ ઉપર ટેકસ નાખીને ઉંધા હો કાન પકડાવે છે. ખરેખર આયાતી વસ્તુઓ પર ટેકસ નાખવાની જગ્યાએ ઘર આંગણાના ઉદ્યોગોને કોર્પોરેટ ટેકસમાં રાહત આપવાની જરૂર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.