વર્તમાન સમયની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની સુઝ-બૂજથી આગવી સફળતા મેળવી રહી છે. ભારતના મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી મુમતાઝ કાઝી સૌ પ્રથમ મહિલા રેલ ડ્રાઇવર બની છે. મુમતાઝના પિતા ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા. તેના ઘણાં મિત્રો મોટરમેન પણ હતા. જે મુમતાઝને ઘરે આવીને રસપ્રદ વાતો કરતા મુમતાઝ જણાવે છે કે જ્યારે હું નાની હતી મને સ્પિડ ખૂબ જ ગમતી હું રેલ્વે ક્વાર્ટરમાં ટે્રનોને પસાર થતા જોઇને જ મોટી થઇ છું. ધો.૧૨ બાદ મારું પણ મોટરમેન તરીકે થયું મારી ટ્રેનિંગ દરમ્યાન ૫૦ પુરુષો અને હું એકલી સ્ત્રી હતી.
મારા ૧૩ વર્ષના કરિયરમાં મે ઘણાં ટાસ્ક કર્યા છે જે માત્ર પુરુષોને જ સોંપવામાં આવતા હોય છે મને મહિલા હોવાથી ક્યારેય નથી થયું કે હું આ નહીં કરી શકું કારણ કે ટેકનીકલ નોલેજ સિવાય પણ તેમાં શારીરીક અને માનસિક તૈયારી હોવી જરુરી છે. એક ઘરેલું મહિલા માટે આ સરળ નથી જો વહેલી સવારની ડ્યુટી હોય અથવા મોડી રાત સુધીની હોય તો તેમાં એડજસ્ટ થવું પડે છે. આ ઉપરાંત સમયનો ખૂબ જ મહત્વ હોય છે જો અમુક સેક્ધડનો પણ ફર્ક પડી જાય તો ટ્રાફિક સમસ્યા સજાર્ય છે. ઘણી વખત લોકો આત્મહત્યા માટે ટ્રેનોને ચુનતા હોય છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક નિર્ણયો લેવા પડે છે.