પગાર વધારાનો ફાયદો ૨૫૦૦ નિવૃત જજોને પણ થશે
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોના પગાર વધારા અંગે છેલ્લા કેટલાક સમયથી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે પાર્લામેન્ટમાં રાષ્ટપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બીલને લીલીઝંડી આપવામાં આવી છે. તેથી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોમાં વેતનમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. માટે હવે ભારતના ચીફ જસ્ટીસને ૧ લાખને બદલે રૂ. ૨.૮૦ લાખું માસિક વેતન મેળશે. હાઇકોર્ટને જે જજોનો પગાર ૮૦ હજાર પ્રતિ માસ હતો તેને હવે રૂ ૨.૨૫ લાખ આપવામાં આવશે. ૭માં પગાર પંચ અંતર્ગત જજોના વેતનમાં વધારો થયો છે. આમ ર૪ હાઇકોર્ટના જજોનું વેતન ર૦૦ ટકા સુધી વઘ્યું છે.વર્ષ ૨૦૧૬ માં ચીફ જસ્ટીસ ટી.એસ. ઠાકુલ દ્વારા સરકારને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોના વેતનવધારા અંગેની રજુઆત કરી હતી. હાલ સુપ્રીમ કોર્ટમાં રપ જજો છે. તો ર૪ હાઇકોર્ટોમાં ૧.૦૭૯ ની ક્ષમતા છે પરંતુ ૬૮૨ જજો જ હાલ કામ કરે છે. આ યોજનાનો ફાયદો નિવૃત ૨૫૦૦ જજોને પણ થશે ત્યારે સુપ્રીમ ના જજોનો પગાર ૯૦ હજારથી ૨.૫૦ લાખ, હાઇકોર્ટના જજોનો પગાર ૮૦ હજારથી ૨.૨૫ લાખ થઇ જશે.