બેઠકમાં મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વિભાગના સચિવો હાજર

ગાંધીનગર ખાતે આજે સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ કેબિનેટની બેઠકમાં વિજયભાઈ રૂપાણી સહિત કેબિનેટ મંત્રી, મંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવો અને વિભાગીય સચિવો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી બજેટની તૈયારીની સમીક્ષા સાથે સાથે વિવિધ વિભાગનું પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મગફળીની ખરીદી, સંગ્રહ તેમજ ગોડાઉનની વ્યવસ્થા અને સિંચાઈના પાણી સહિતના સાંપ્રત મુદાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

હાલમાં ચાલી રહેલા પદ્માવત ફિલ્મના વિરોધને લઈ ચર્ચા કરવામાં આવી હતી. પદ્માવતને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોઈ ચર્ચા વિચારણા થઈ હતી. ઉપરાંત આ બેઠકમાં ખેડુતો માટે નર્મદા નદીના પાણી તેમજ મગફળી ખરીદી અને ગેરરીતિના મામલે ચર્ચા થઈ હતી. આગામી બજેટ સત્ર અને બજેટની તૈયારીના સંદર્ભમાં પણ ચર્ચા કરાઈ હતી. સરકારની નીતિ વિષયક અને વહિવટી મુદા તેમજ વહિવટી મુદાઓ અને આગામી આયોજન વિશે પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં ગુજરાતના વિવિધ પ્રશ્ર્નો બાબતે ચર્ચા થઈ હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાસ હાજરીમાં ભાજપ સરકારના મંત્રીમંડળના તમામ સદસ્યો તેમજ પક્ષના દિગ્ગજ નેતાઓએ બેઠકમાં હાજરી આપી નીતિ વિષયક પ્રશ્ર્નો મામલે વાતચીત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.