ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાનું પ્રદર્શન નિદર્શન કરાશે

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે.

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા તા.૧-૨-૧૮ થી તા.૧૩-૨-૧૮ દરમ્યાન “સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૮ નું એનર્જી પાર્ક, આર્ટ ગેલેરી પાસે, રેસકોર્ષ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં રાજયના રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, વડોદરા વિગેરે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના ૧૦૦ થી વધુ કારીગરો ધ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે.

આ મેળો રાજકોટ ખાતે ફલાવર શો, તા.૧-૨-૧૮ થી તા.૪-૨-૧૮ દરમ્યાન મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહશે. ફલાવર શોની સો સો આ “સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૮ મેળો આગામી શીવરાત્રીનાં મહાપર્વને ધ્યાને રાખીને હાશાળ-હસ્તકલા અને કુટિર ઉદ્યોગનાં કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી તા.૧-૨-૨૦૧૮ થી તા.૧૩-૨-૨૦૧૮ આયોજન કરેલ છે. આ મેળામાં મુલાકતીઓનું સ્વાગત કચ્છી ધોડી દ્વારા કરવામાં આવનાર છે તેમજ રાવણ હથ્-ઢોલકવાદક દ્વારા   લોક સંગીત પુરૂ પાડવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રની કલાપ્રેમી જનતાને સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળાની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા ઈન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક પી.જી.પટેલ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.