હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે દેશમાં અનેક જગ્યાએ હિમવર્ષા થઈ છે. ત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા જોવા માટે ગુજરાતીઓ ઉત્તર ભારત જતા હોય છે. પરંતું જો ગુજરાતમાં પણ હિમવર્ષા થાય તો ગુજરાતનાં પાંચ પ્રસિદ્ધ એવા સ્થળો બરફની ચાદરમાં લપેટાયેલા કેવા લાગશે.
પાંચ પ્રાચીન પુરાતન સ્થળો પર હિમવર્ષા થાય તો
ગુજરાત સહિત સમગ્રે દેશમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવા પામી છે. ગુજરાતમાં આવેલ પાંચ પ્રાચીન તેમજ રાજા રજવાડા સમયનાં પુરાતન સ્થળોમાં જો હિમ વર્ષા થાય તો કેવા લાગશે. તેની તસ્વીર રજૂ કરવામાં આવી છે.
1. સોમનાથ મહાદેવ
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. શિયાળાની ઋતુમાં જો સોમનાથ મહાદેવ મંદિર પર બરફ વર્ષા થાય તો તેનો નજારો અદ્ભુત જોવા મળશે. જે અહીં તસ્વીરમાં રજૂ કરવામાં આવ્યો છે.
2. રંગીલું રાજકોટ
3. કાંકરિયા લેક
શિયાળો શરૂ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જો ગુજરાતમાં હિમવર્ષા થાય તો કાંકરિયા લેક બરફની ચાદરમાં કેવું લાગશે. જેની તસ્વીર પ્રસ્તૃત કરવામાં આવી છે.
4. લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
ભારતમાં 1890 માં ગાયકવાડ પરિવાર દ્વારા વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો. તેમજ મેજર ચાર્લ્સ માન્ટને મહેલનાં મુખ્ય આર્કિટેક તરીકે શ્રેય આફવામાં આવ્યો હતો. જો હિમવર્ષા થાય તો લક્ષ્મી વિલાસ પેલેસ બરફથી ઢંકાયેલો કેવો સુંદર લાગશે.
5. રાણ કી વાવ
વિશ્વ વિખ્યાત રાણીની વાવ જેને ચલણી 10 ની નોટમાં સ્થાન મળ્યું છે. તેમજ યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડે હેરીટેજ પણ જાહેર કરવામાં આવેલ છે. રાણીની વાવને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે. પાટણમાં હિમવર્ષા થાય તો રાણીની વાવ હિમવર્ષામાં કેવું આહ્લાદક લાગશે. તેની પણ તસ્વીર અહીં મુકવામાં આવી છે.
6.કોલકાતા
શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કોલકાતા, જે તેના ઉષ્ણકટિબંધીય ભીના અને સૂકા આબોહવા માટે જાણીતું છે, તે બરફના જાડા સફેદ ધાબળોથી ઢંકાયેલું હશે? કદાચ નહીં! નહીં તો દેશની રાજધાની નવી દિલ્હી શિયાળામાં બરફના થરથી ઢંકાઈ જશે..! ઠીક છે, આપણામાંના ઘણાને બરફથી ઢંકાયેલા અમારા મનપસંદ મેટ્રો શહેરોની નૈસર્ગિક સુંદરતા જોવાનું ગમશે, જે તેને મૂવીના દ્રશ્ય જેવું બનાવે છે.
7. સ્ટેચ્યુ ઓફ યુનિટી
ગુજરાતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળનાં નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં આવેલ છે. સરદાર સરોવર બંધ નજીક આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો હિમવર્ષા થાય અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાય તો તેનો રમણીય નજારો જોવા લોકો ઉમટી પડશે.
8. દિલ્લી ઇન્ડિયા ગેટ
સફેદ ઇન્ડિયા ગેટ, ટ્રેક પર બરફથી ઢંકાયેલી ટ્રામ અને શિયાળાના કોટ પહેરેલા લોકો પસાર થાય છે.
9. જયપુર
જયપુરના લોકોને તેમના ગુલાબી શહેરને બરફના સફેદ ધાબળોથી ઢંકાયેલ જોવાનું સ્વપ્ન બનાવે છે. વાસ્તવમાં તમારા શહેરમાં નથી, પરંતુ તમે જયપુરમાં બરફીલા દ્રશ્યની કલ્પના ચોક્કસપણે જોઈ શકો છો.”જો જયપુરમાં બરફ પડતો હોય તો… તે આવો જ દેખાશે.”
10. તાજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા AI હાલમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ પ્રિય વસ્તુ છે. શરૂઆતમાં, ઓનલાઈન સમુદાયે આ AI ફોટાઓને અનુકૂળ પ્રતિસાદ આપ્યો ન હતો. AI એ ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી અલગ-અલગ લોકોના ફોટોગ્રાફ્સ બનાવ્યા અને પરિણામે તે ટ્રોલિંગનું મોટું નિશાન બની ગયું. AI સોફ્ટવેર દ્વારા કરવામાં આવતી સ્પષ્ટ સ્ટીરિયોટાઇપિંગની ટીકા કરવામાં લોકો ડરતા ન હતા, પછી પણ છબીઓ વ્યાપકપણે શેર કરવામાં આવી હતી.
( નોંધઃ આ તમામ તસ્વીર AI દ્વારા બનાવવામાં આવી છે. તેમજ લોકોને માત્ર મનોરંજન પુરુ પાડવાનો છે. તેમજ આ તમામ તસ્વીરો કાલ્પનીક છે. )