- બાળકનો અવાવરું જગ્યાએથી મળી આવ્યો મૃ*તદેહ
- આરોપી શિવકુમાર ઉર્ફે શિવા કાન્તા રવિદાસની ધરપકડ
વાપી તાલુકાના છીરી ગામમાં ગુમ થયેલ બાળકનો અવાવરું જગ્યાએથી મૃ*તદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈ જનાર અને બાદમાં આ બાળક સાથે દુ*ષ્કર્મ આચરી હ*ત્યા કરનાર આરોપીને દબોચી લીધો છે. હ*ત્યારાએ બાળકને 10 રૂપિયા નાસ્તાના આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ કુકર્મ આચર્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા સીસીટીવીના આધારે આરોપી શિવકુમાર ઉર્ફે શિવા કાન્તા રવિદાસની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, વાપી તાલુકાના છીરી ગામમાં 25મી ડિસેમ્બરે ગુમ થયેલ બાળકનો અવાવરું જગ્યાએથી મૃ*તદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે આ બાળકનું અપહરણ કરી લઈ જનાર અને બાદમાં આ બાળક સાથે દુ*ષ્કર્મ આચરી હ*ત્યા કરનાર હ*ત્યારાને દબોચી લીધો છે. હ*ત્યારાએ બાળકને 10 રૂપિયા નાસ્તાના આપી લલચાવી અપહરણ કર્યા બાદ આ કુકર્મ આચર્યું હતું.
વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના છીરીના વડીયાવાડ વિસ્તારમાં ગઇ તા. 25/12/2024 ના કલાક રાત્રીના 9 થી 11 વાગ્યા દરમ્યાન એક 7 વર્ષનો બાળક ગુમ થયો હતો. જેની ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન તેનો મૃ*તદેહ મળી આવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ બિહારના ભાગલપુરના અને છીરી ગામના રણછોડનગર વડીયાવાડ માં વડા પાઉં ની લારી ચલાવી ગુજરાન ચલાવતા પરિવારનો 7 વર્ષીય બાળક ગુમ થયો હતો. જેને શોધવા વાપી ટાઉન, ડુંગરા, વાપી જી.આઇ.ડી.સી., વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ- અલગ ટીમો બનાવી તેમજ સ્થાનિક આગેવાનોની મદદ લઈ શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતાં.
જે દરમ્યાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવતા બાળકને એક અજાણ્યો વ્યક્તિ લઈને જતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જે આધારે તપાસ કરતા ઝાંડી ઝાંખરા વાળી જગ્યાએથી બાળક મૃત હાલતમાં મળી આવેલ. જેના ફોરેન્સિક રિપોર્ટમાં બાળક સાથે દુ*ષ્કર્મ બાદ હ*ત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
આ ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવા કાન્તા રવિદાસ દાસ છે. તે આ જ વિસ્તારમાં રહે છે. 28 વર્ષનો આ આરોપી મૂળ બિહારના ભાગલપુરનો છે. ઇસમની પુછપરછ કરતાં પ્રાથમીક દ્રષ્ટીએ દુ*ષ્કર્મ કરવાના ઇરાદાથી અપહરણ કરી તેની સાથે દુ*ષ્કર્મ કરી હ*ત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
આ અંગે B.N.S.ની કલમ 103,(1),140(1),140(4) તેમજ જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ 5(આઇ), 5(એમ), 6 મુજબની કલમોનો ઉમેરો કરી ગુનાની વધુ તપાસ ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ. પી. ગોહિલ તેમની ટીમ દ્વારા હાથ ધરેલ છે.
અહેવાલ: રામ સોનગઢવાલા