- 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું કરાયું આયોજન
- 700 જેટલા વિદ્યાર્થીઓએ 102 જેટલા પ્રોજેકટ બનાવી પ્રદર્શનમાં મુક્યા
- “ઇનોવિઝન”ની થીમ હેઠળ કરાયું આયોજન
- એકઝીબીશનમાં ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ રહ્યા ઉપસ્થિત
વાપીમાં આવેલ જૈન યુવક મંડળ અંગ્રેજી માધ્યમ શાળા અને P.M.M.S પ્રી-સ્કૂલ દ્વારા 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓએ 102 જેટલા પ્રોજેકટ બનાવી પ્રદર્શનમાં મુક્યા હતાં. શાળાના મેનેજમેન્ટ, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતથી તૈયાર કરેલા વિવિધ પ્રોજેકટનું વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે. “ઇનોવિઝન”ની થીમ હેઠળ આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે એક્ઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ એકઝીબીશનમાં શાળા ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ અંગે મળતી માહિતી અનુસાર, વાપીમાં આવેલ જૈન યુવક મંડળ અંગ્રેજી માધ્યમ શાળા અને P.M.M.S પ્રી-સ્કૂલ દ્વારા 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓએ 102 જેટલા પ્રોજેકટ બનાવી પ્રદર્શનમાં મુક્યા હતાં. શાળાના મેનેજમેન્ટ, આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓની અથાક મહેનતથી તૈયાર કરેલા વિવિધ પ્રોજેકટનું વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે. “ઇનોવિઝન”ની થીમ હેઠળ આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલ મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે Science Exhibition નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
SHREE JAIN YUVAK MANDAL, VAPI દ્વારા INNOVISION ના શીર્ષક હેઠળ આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શની અંગે શાળાના આચાર્ય શ્રદ્ધા દેસાઈએ જણાવ્યું હતું કે, શાળાના 700થી વધુ વિદ્યાર્થીઓએ ભેગા મળી આ સાયન્સ ફેર માટે 102 પ્રોજેકટ તૈયાર કર્યા છે. જેમાં આઈન્સ્ટાઈન થી લઈને આજના AI સુધીના પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં વિવિધ કોર્ડિંગ કરીને 12 જેટલા રોબોટ બનાવ્યા છે. શિક્ષકોનું માર્ગદર્શન મળે તો વિદ્યાર્થીઓ શુ કરી શકે છે તે આ Science Exhibition માં જોવા મળ્યું છે. Science Exhibition માં વિદ્યાર્થીઓએ અનેક પ્રકારની કૃતિઓ રજૂ કરી છે. ગેમ ઝોન, વર્કિંગ મોડેલ, સેગમેન્ટ મોડેલ, મૅથેમેટિક મેજીક શૉ તમામ પ્રોજેકટ ખૂબ જ ખંતથી તૈયાર કર્યા છે.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વલસાડ DEO ડૉ. રાજશ્રી ટંડેલ જણાવ્યું હતું કે, આવા Science Exhibition ના આયોજન થવા જરૂરી છે. જે માટે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા જોઈએ. જેથી તેમનામાં અભ્યાસ સિવાયની જે પ્રતિભા છે તેને બહાર લાવવાની તક મળે છે. બાળકોની પ્રતિભા ખીલે છે તેનો સર્વાંગી વિકાસ થાય છે. નવી શિક્ષનીતિ નો ઉદેશ્ય પણ એજ છે. કે દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે આ પ્રકારની દરેક પહેલ ને અવકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ Science Exhibition માં શાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આમંત્રિત મહેમાનોમાં સુંદરલાલ શાહ, ચંદ્રેશ શાહ, રોહિતકુમાર શાહ, અજય શાહ, હરિનકુમાર ઇન્દ્રવદન શાહ, હેમંતકુમાર એમ. શાહ (વાપી પ્રોડક્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, પ્રી-સ્કૂલ દાતા) જૈન યુવક મંડળ, વાપી કારોબારી સમિતિના સભ્યો, જીનેશ પ્રકાશચંદ્ર શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ: રામ સોનગઢવાલા