- તાંત્રિક બની 12 લોકોની હ-ત્યા કેસના આરોપી જીગર ગોહિલને ધમાલપર લાવી બનાવનું રી- કન્સ્ટ્રકશન કરાયું
- 12 નિર્દોષ પૈકી એક મહિલાની લાશ ધમલપર પાસે કટકા કરી દાંટી દેવામાં આવી હતી
- કેસના મુખ્ય આરોપી નવલસિંહ થોડા સમય પહેલા પોલીસ કસ્ટડીમાં મુ-ત્યુ પામ્યો હતો
- આરોપીને મહિલા PI એચ.વી. ઘેલા સહિતનાં પોલીસ સ્ટાફ દ્વારા રી-કન્સ્ટ્રકશન માટે લવાયો
થોડા સમય પૂર્વે રાજ્ય ભરમાં ચકચાર મચાવનાર 12 નિર્દોષ લોકોની હત્યા કાંડમાં સામેલ આરોપી નં 4 એવા જીગર ગોહિલને ગતરોજ વાંકાનેરનાં ધમલપર પાસે રી-કન્સ્ટ્રકશન માટે લવાયો હતો. ત્યારે 12 નિર્દોષોની હ-ત્યા પૈકી એક મહિલાની લાશ વાંકાનેરનાં ધમલપર પાસે ક્રૂરતા પૂર્વક કટકા કરી દાટી દેવામાં આવી હતી. તેમજ 12 નિર્દોષોની હ-ત્યાનો મુખ્ય આરોપી નવલસિંહ થોડા સમય પહેલા મુ-ત્યુ પામ્યો હતો, આ ચકચારી હત્યા કાંડમાં સામેલ જીગર ગોહિલને પડધરી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી વાંકાનેર શહેર પોલીસે અટકાયત કર્યો હતો. તેમજ 3 દિવસનાં રિમાન્ડ મેળવી ગતરોજ વાંકાનેરનાં મહિલા PI એચ.વી. ઘેલા સહિતનાં વાંકાનેર શહેર પોલીસ સ્ટાફ દ્વારા આ આરોપીને વાંકાનેરનાં ધમલપર પાસે રી-કન્સ્ટ્રકશન માટે લાવવામાં આવ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, વાંકાનેર નજીક જમીનમાં ખાડો ખોદીને તાંત્રિક નવલસિંહે તેની પ્રેમિકાની હ-ત્યા કર્યા બાદ શરીરના ટુકડા કરી તેને દાટી દીધા હતા. તેમજ અમદાવાદ અને વાંકાનેર પોલીસે ખાડો ખોદીને લાશને બહાર કાઢી માનવ શરીરના અવશેષો કબજે કર્યા હતા. જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મૃ-તક તાંત્રિક તથા તેની પત્ની, ભાણેજ સહિત કુલ 4 વ્યક્તિની સામે ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તાંત્રિક જીગર ગોહિલની પોલીસે ધરપકડ કરીને 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. તાંત્રિક બની લોકોની હ-ત્યા કેસના આરોપી જીગર ગોહિલને ધમાલપર લાવી બનાવનું રી- કન્સ્ટ્રકશન કરાયું હતું.
હ-ત્યાના ગુનામાં અગાઉ પણ 3 આરોપીની ધરપકડ થઈ ગઈ હતી. ત્યારે હાલમાં વાંકાનેર સિટીના PI એચ.વી. ઘેલા અને તેની ટીમે આરોપી જીગર ગોહેલની ધરપકડ કરી છે. તેમજ તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વધુમાં વાંકાનેર સીટી PI પાસેથી મળતી વિગત પ્રમાણે, આરોપી જીગર ગોહિલને સાથે રાખીને વઢવાણ ખાતે જે મકાનમાં નગમાની હ-ત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના કટકા કરવામાં આવ્યા હતા, ત્યાંથી લઈને જે જગ્યા ઉપર તેના શરીરના કટકાને વાંકાનેર નજીક જમીનમાં દાટીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો, ત્યાં સુધીની સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન આરોપી પાસે કરાવ્યું હતું. ત્યારે આરોપીએ જે રીતે હ-ત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.