3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “વિક્ટર ૩૦૩” ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને દ્વારા રેખા માંગરોલિયા, કોમલ માંગરોલિયા, હેત્વી શાહ, વિશાલ વડા વાળા પ્રોડ્યુસ કરાયેલ છે. રીસેટ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ દ્વારા નિર્મિત અને વિશાલ વડા વાળા દ્વારા પ્રસ્તુત રીવેન્જ-ડ્રામા એક્શન ફિલ્મ એટલે વિક્ટર ૩૦૩. સ્વપ્નિલ મહેતા આ ફિલ્મના લેખક તથા દિર્ગ્દર્શક છે. તેમજ ફિલ્મમાં જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, ચેતન ધનાણી, બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અલીશા પ્રજાપતિ, કિશન ગઢવી, અને મયુર સોનેજી કલાકારો છે.
તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. તેમજ ફિલ્મ અંગે રસપ્રદ વાતો વિશેનું વિશે જાણો….
માળિયા મિયાણાના અનાથાશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતાં, તે પોતાની પ્રેમિકાનું લગ્ન બગાડી બદલો લે છે. અજાણતાં, અને જોગાનુજોગ, લગ્નની રાતે આવેશમાં લીધેલાં વિક્ટરના પગલાં એક ઘાતકી લડાઈનું કારણ બને છે અને તે સાથે જ, વિક્ટર માળિયા-મિયાણા પર રાજ કરતા મીઠાંના ઠેકેદારોનો દુશ્મન બની બેસે છે. પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ, અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે.
વિક્ટર 303 ની વાર્તા, એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની વાર્તા છે. વિક્ટર 303 ની વાર્તા એક દટાયેલ ભૂતકાળ અને ભવ્ય વારસાની વાર્તા છે. આ વાર્તા, ફરજ અને જવાબદારીની વાર્તા છે.