- પાંચ દિવસીય મહોત્સવમા યુવા, કૃષિ, સામાજીક, સરસ્વતી બાદ આજે મહિલા તથા સમરસતા સંમેલન યોજાયા
- દાતાઓની દિલેરી ધન દાન અને સ્વયં સેવકોનાં શ્રમદાન-સમયદાનને બિરદાવ્યા
ઉમીયાધામ સિદસર : ઉમિયાધામ સિદસર : પિરશ્રમ અને શિક્ષ્ણ થકી પ્રગતીના સોપાનો સર કરતા કડવા પાટીદાર સમાજના આરાધ્યદેવી માં ઉમીયા માતાજીના પ્રાગટયના 1રપ વર્ષ’ની ઉજવણી પ્રસંગે જામજોધપુર તાલુકાના સિદસર ખાતે યોજાયેલા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં બે દિવસમાં યુવા,કુષિ, સામાજીક સંમેલન બાદ આજે શુક્રવારે ત્રીજા દિવસે વિશાળ મહિલા સંમેલન તથા સમરસતા સંમેલનમાં વિવિધ ક્ષ્ેત્રના આગેવાનોએ પાટીદાર સમાજની માં ઉમિયાની આધાધના થકી સરસ્વતી ની આરાધના ના સુત્રને સાથક” કરતી ઉમિયા સમધ્ધિ યોજનાના માધ્યમથી રૂા.400 કરોડના સમાજ વિકાસના કાય” બિરદાવી છે.
ઉમિયાધામ-સિદસર ખાતે આજે ત્રીજા દિવસે શુક્રવારે સવારે વિશાળ મહિલા સંમેલનમાં સમારોહના અધ્યક્ષ્ તરીકે ઉમીયા માતાજી મંદિર પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયાએ જણાવ્યું હતુ કે, પાટીદાર સમાજની મહિલાઓ અપાર શક્તિઓ ધરાવે છે. મહિલાઓના સથવારે સમાજ સર્વાગી વિકાસની દિશામાં મહિલાઓ દિકરાઓના ઉછેર વ્યસન મુક્ત અને સંયુક્ત પિરવારની ભાવના કેળવી દિશામાં અગ્રેસર બને તેવી હાકલ કરી હતી. વાંસજાલીયાએ પાટીદાર સમાજના વડીલોએ પ્રામાણિક્તા રાખીને સંપતિ વેચીને પણ કરજ ચુક્વી ઇમાનદારીનું ભાથુ બાંધ્યુ છે. પાટીદાર સમાજે સર્વાગી વિકાસ ક્યો” છે ત્યારે ગુજરાતની માફક મધ્યપ્રદેશના પાટીદારો પણ સામાજિક ક્ષ્ેત્રે વિકાસ સાધે અને ગુજરાતના પાટીદારો સાથે નાતો મજબુત બનાવે તેવી અપીલ કરી હતી.
મધ્યપ્રદેશના સાંસદ ક્વીતાબેન પાટીદારે ઉમિયા ભક્તિ અને માતશક્તિ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતના પાટીદાર સમાજે ક્ધયા કેળવણી ક્ષ્ેત્રે ઉમદા કામગરી કરી છે.મહિલાઓએ પોતાનું અસ્તિત્વનું સન્માન કરવું જોઈએ. જગતજનની માં અને ધરતી માતા અને જન્મ દેનારી માનું પુજન થાય તે આવકાય” છે. લગ્ન વેળાએ દિકરી સાત ફેરા પૈકી એક ફેરો સંયુક્ત કુટુંબને ટકાવી રાખવાનો પણ લે છે. ત્યારે ગહ પ્રવેશ કરતી વખતે વહુ નહિ પરંતુ દિકરી આવે તો ઝડપથી વધતા વધ્ધાશ્રમો બંધ થઈ જશે. અન્ય સમાજની તુલનાએ પાટીદાર સમાજે દિકરીઓમાં શિક્ષ્ણ,સંસ્કાર અને પ્રોત્સાહનનું સિંચન ક્યુ” છે.મહિલા સંમેલનમાં રાજકોટના મહિલા ઉદ્યોગપતિ અને ઉમીયાધામના ટ્રસ્ટ્રી નીશાબેન વડાલીયાએ જણાવ્યુ હતુ કે, નારીશક્તિ અને નારી અંગે વિસ્તત સમજ આપી મહિલાઓ ધરમાં એકાઉન્ટ, ટીચર, સામાજીક ભુમિકા ભજવતી હોય છે.
અતિથિ વિશેષ્ તરીકે પૂવ” સાંસદ મોહનભાઈ કુંડારીયા, સોનલબેન ઉકાણી, શોભનાબેન પાણ, ભાવનાબેન કોટડીયા, દક્ષ્ાબેન ધરસંડીયા, દક્ષ્ાબેન હદવાણી, ભાનુબેન સવસાણી, નિકિબેન વાછાણી, હર્ષબેન ગોવાણી, જલ્પાબેન આદ્રોજા, માનસીબેન કુંડારીયા, અંજુબેન જાવીયા, પ્રફુલાબેન રાણીપા, ઉષાબેન અમૃતિયા ઉપસ્થિત રહયા હતા.
મહિલા સંમેલન પૂવ” વિજાપુરા વિદ્યા સંકુલથી મહોત્સવના સભા મંડપ પાસે બાર જયોતિલીંગ સુધી 1રપ0 દિકરીઓ માથા પર ઝવેરા ની શોભા યાત્રા યોજાઈ હતી. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમા માં ઉમિયા પ્રત્યે ભક્તિલ્ભાવ દર્શાવવા સૈારાષ્ટ્ર ભરના વિવિધ શહેરો ગામોમાં 1.રપ લાખ બહેનોએ હાથમાં મા” ના નામની મહેંદી મુકી મહોત્સવમાં સહભાગી બની છે. 1રપ0 બાળાઓના પુજનલ્આરતી દ્રારા માતશક્તિ વંદનાનો સંદેશો આયોજકોએ આપ્યો છે. સામાજિક ક્ષ્ેત્રે મહિલાઓ પણ પુરૂષેની સમોવડી બની રહે તેવા ઉદેશ સાથે મહિલા સંમેલનમાં મંચ પર સૈારાષ્ટ્ર, ગુજરાતના પાટીદાર અગ્રણીઓને સ્થાન આપ્યું હતું.
ઉમીયાધામ ખાતે બપોરબાદ યોજાયેલા સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ્ તરીકે ઉમિયા માતા0 સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉમિયામાતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા મહોત્સવના પ્રમુખ મૈાલેશભાઈ ઉકાણી, મહામંત્રી જયેશભાઈ પટેલ, ઉપસ્થિત રહયા હતા.
ગોવિંદ પુસ્તકની હાથીની અંબાડી પર શોભાયાત્રા નીકળી…
રાજકોટના ગૌપ્રેમી મનસુખભાઈ સુવાગીયા દ્રારા લીખીત ગોવિંદ પુસ્તકનું સીદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં વિમોચન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજી મંદિર ખાતેથી ગોવિંદ પુસ્તકને હાથીની અંબાડી પર રાખી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગીયા ના પુસ્તક ગોવિંદ તથા સુરેન્દ્રનગરના શેરડીયા પિરવાર દ્રારા પ્રકાશિત હીસ્ટ્રી ઓફ કડવા પાટીદાર પુસ્તકના ગુજરાતી તથા અંગ્રેજી પુસ્તકનું સામાજીક સંમેલનમાં વિમોચન કરાયું હતુ.
પાટીદાર ગ્રામીણ સંસ્કૃતિ અને પાટીદાર સંસ્કૃતિ પ્રદશ” જોવા ભીડ
શ્રી 1ા શતાબ્દી મહોત્સવ સિદસરના પાંચ દિવસીય મહોત્સવમાં વિવિધ 10 જેટલા સંમેલન ઉપરાંત યજ્ઞશાળા, ફિલ્મ નિર્દેશન ડોમ, આનંદ મેળો, કુષિ મેળોની સાથે સાથે પાટીદાર ગ્રામીણ સંસ્કતિનું લાઈવ પ્રદર્શનએ ભારે આકર્ષણ જણાવ્યું છે. પાટીદાર સંસ્કતિ પ્રદર્શન જોવા પણ ભાવિકો ઉમટી રહયા છે.
ખોવા જેવડા સિદસર ખાતે ખેતરોમાં 16 ચો.કી.મી. વિસ્તાર આશરે 650 વિઘામાં યોજાયેલ શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં પાટીદારોના જીવન કથન દર્શાવતું પ્રદર્શન લાઈવ પાટીદાર ગ્રામીણ સંસ્કતિ મહોત્સવના મુલાકાતીઓમાં ઉત્સાહ ભર નિહાળી રહયા છે. જેમાં પપ બહેનોની ટીમ દ્રારા ચુલા પર રસોઈ,વલોણા પર છાશ બનાવતી પાટીદાર મહિલા,ચોપટ રમતા બહેનો, અનાજ દળવાનો ધટુડો, ધોડીયામાં બાળકને સુવડાવતી મહિલા,ગાય દોહતી મહિલાઓ, પટારા ઉપર ડામચીઓ, કાંધી પર પિતળના વાસણો, ઢાળીયા (ખાટલા) પર બેસેલા પાટીદાર વૃધ્ધ સહિતનું લાઈવ નિદર્શેન થઈ રહયું છે.દર બે કલાકે મહિલાઓની શીફટ લાઈવ પ્રદર્શનમાં જોવા મળે છે.ઉપરાંત પાટીદાર સંસ્કતિ દર્શનમાં ખેતીના સાધનો, ખેત ઓજારો, ઢીંચણીયા, વલોણું, બળદ ગાડું, રૂ પીંજવાની તાગડી, પટારો,સહિતની અનેક વસ્તુઓ પ્રદશ” મુક્વામાં આવી છે.
30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો જમી શકે તેવું બેનમૂન આયોજન
અન્ન ભેગા તેના મન ભેગા સિદસર ખાતે પાંચદિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારો નો માનવ મહેરામણ ઉભરાય રહયો છ. મા ઉમિયાના દર્શને આવતા ભાવીકોની ભીડને પહોંચી વળવા રસોડા સમિતિ દ્વારા બેનમૂન આયોજન કરવામાં આવ્યુ છે. 30 વિધા જેટલા વિસ્તારમાં અલગ અલગ 1ર જેટલા ભોજનાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં ર000 સ્વયંસેવકોની ફોજ ખડે પગે સેવા બજાવી રહી છે. આ ઉપરાંત અતિથિ વિશેષ્ તેમજ સ્વયંસેવકો માટે અલગ ભોજનાલયોની વ્યવસ્થા જીતુભાઈ વાછાણી સંભાળી રહયા છે. રસોડાધરમાં પ00 જેટલા રસોઈયા ભાઈઓ-બહેનો નિરંતર કાર્યરત છે. ભોજન પ્રસાદ લેવામાં ભીડ ન જામે અસુવિધા ન થાય તે માટે 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો ભોજન લઈ શકે તેવી ઝડપી અને સુચારૂ વ્યવસ્થા રસોડા સમિતિના અધ્યક્ષ્ મનસુખભાઈ આરદેશણા, ઉપાધ્યક્ષ્ રમેશભાઈ મક્વાણા, ચંદુભાઈ બારીયા, મંત્રી નાથાભાઈ નાદપરા, સહમંત્રી વલભભાઈ પનારા, ચંદુભાઈ રબારા ના માર્ગદર્શન હેઠળ 13 જેટલા કારોબારી સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી છે. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન અલગ-અલગ સ્વાદિષ્ટ પક્વાન ફરસાણ તેમજ વૈવિધ્યપૂર્ણ વાનગીઓ છાશ સાથે પિરસવામાં આવશે. આ માટે ખાદ્યસામ્રગીનો વિશાળ જથ્થો રસોડા સમિતિ દ્વારા મહોત્સવ સ્થળે એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં 600 ડબા ધી, 1000 મણ ખાંડ, ર000 મણ ધઉંનો લોટ, 1000 મણ ચણાનો લોટ, 750 મણ ચોખા, 300 મણ તૂવેર દાળ, 1પ00 ડબા સિંગતેલ, ર0,000 લીટર દુધ, ર000 મણ બટેટા ઉપરાંત રોજ બરોજ તાજા લીલા શાકભાજી તથા અન્ય વસ્તુઓ વાપરવામાં આવશે. આ ખાદ્ય સમગ્રીમાં વિવિધ દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.