- આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોટે આરોપીઓના જામીન ના મંજૂર કર્યા
- વનવિભાગે તમામ આરોપીને જેલ હવાલે કર્યા
- પોલીસે આરોપીઓ પાસેથી છરી, દોરી, મોબાઈલ, પાવડો, કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો
કેશોદ વન વિભાગે અજાબ રોડ પર અનુસૂચિત જાતી સ્મશાનમાં મગરને મોતને ઘાટ ઉતારનાર 4 આરોપીઓને ઝડપી પાડયાં હતા. તેમજ વન વિભાગે 4 શખ્સો વિરૂધ્ધ વન સંરક્ષણ 1972 અને 2022 સુધારા અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી લોખંડની છરી, લોખંડનો કાંતો, દોરી, મોબાઈલ, પાવડો, કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. વન વિભાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોટે આરોપીઓના જામીન ના મંજૂર કરતાં વનવિભાગે તમામ આરોપીને જેલ હવાલે કર્યા હતાં. તેમજ વન વિભાગની આ કામગીરીમાં મહિલા RFO જી. પી. સુહાગિયા, કેશોદ વનપાલ આર. બી. ચૌહાણ, ભાટ સીમરોલી વનપાલ કે. એમ. રાઠોડ, શાપુર વનપાલ સી. એમ. ચૌહાણ, માળીયા વનપાલ વિપુલ સિસોદિયા, ઇન્ચાર્જ વનપાલ અજાબ પી. આર. ગાધે, ડુંગરપુર વનરક્ષક એમ. એમ. ડોડીયા, મેંદરડા વનરક્ષક એલ. પી. રામ રોકાયાં હતાં.
આ અંગે મળતી માહિતી અનુસાર, કેશોદ વન વિભાગે અજાબ રોડ પર અનુ. જાતી સ્મશાનમાં મગરને મોતને ઘાટ ઉતારનાર 4 આરોપીઓને ઝડપી પાડયાં હતા. વન વિભાગે 4 શખ્સો વિરૂધ્ધ વન સંરક્ષણ 1972 અને 2022 સુધારા અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી લોખંડની છરી, લોખંડનો કાંતો, દોરી, મોબાઈલ, પાવડો, કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
વન વિભાગે આરોપી મૂળ કણેરી હાલ અક્ષયગઢ જી ઈ બી કોલોની બાજુમાં કેશોદના રહે. પ્રવીણ ખેતાભાઇ સોંદરવા, મૂળ મહારાષ્ટ્ર હાલ ઇન્દિરાનગર કેશોદના સુનિલ મગનભાઈ વસાવા, ઇન્દિરા નગર કેશોદના દિનેશ બાબુભાઈ રાવલિયા, ઇન્દિરા નગર કેશોદના હીરા પુંજાભાઈ ધુળા ઝડપી પાડ્યાં હતાં. આરોપીઓ સ્ટોન ક્રસરની ખાણમાં કરવા ગયા હતા માછલાનો શિકાર અને મગર ઝડપાતા મગરનો શિકાર કર્યો હતો. વન વિભાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોટે આરોપીઓના જામીન ના મંજૂરી કરતાં જેલ હવાલે કરવા આદેશ કરતાં વનવિભાગે તમામ આરોપીને જેલ હવાલે કર્યા હતાં.
વન વિભાગની આ કામગીરીમાં મહિલા આરએફઓ જી. પી. સુહાગિયા, કેશોદ વનપાલ આર. બી. ચૌહાણ, ભાટ સીમરોલી વનપાલ કે. એમ. રાઠોડ, શાપુર વનપાલ સી. એમ. ચૌહાણ, માળીયા વનપાલ વિપુલ સિસોદિયા, ઇન્ચાર્જ વનપાલ અજાબ પી. આર. ગાધે, ડુંગરપુર વનરક્ષક એમ. એમ. ડોડીયા, મેંદરડા વનરક્ષક એલ. પી. રામ રોકાયાં હતાં.
અહેવાલ: જય વિરાણી