૨૪૭ પીવાના પાણીના વિતરણના પ્રોજેકટ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી રૂ.૭૦ કરોડની લોન લેવાશે
રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી એવી વાતો કરે છે કે શહેરીજનોને ૨૪ કલાક પાણી આપવામાં આવશે પરંતુ વર્ષોથી આ વાતો ફાઈલમાંથી બહાર આવી શકી નથી. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આજે રજુ કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં વધુ એક વખત ૨૪૭ પીવાના પાણીના વિતરણનો પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુ રાજકોટમાં ૬ વોર્ડના ૪૫૦૦૦ ઘરોમાં ૨૪ કલાક પાણીની સુવિધા આપવામાં આવશે.
રાજકોટમાં પ્રાયોગિક ધોરણે ૨૪૭ પીવાનું પાણી વિતરણ કરવાના પ્રોજેકટ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડનો પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો છે. જે પૈકી ચાલુ સાલ ૧૦૦ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટમાં પ્રથમ તબકકે વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ થતા વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં કુલ ૪૫ હજાર ઘરમાં ૨૪ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે. આ માટે એડીબી પાસેથી રૂ.૭૦ કરોડની લોન લેવામાં આવશે.