- સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- 4 વ્યક્તિઓ પણ ઘાયલ
- 24 વર્ષીય યુવકને ગૂંગળામણથી શ્વાસ લેવાની સમસ્યા સર્જાઈ હતી
- ગૂંગળામણને કારણે અન્ય 3 શ્રમિકોની હાલત ગંભીર
સાબરકાંઠાના સાબર ડેરીમાં મોટી દુર્ઘટના બની હતી. ત્યારે બોઇલરમાં ગુંગળામણથી એકનું મો*ત, બે ઘાયલ થયા હતા. બોઇલરની સફાઈ દરમિયાન ઘટના બની હતી. આ દરમિયાં અચાનક બોઇલરના ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 25 વર્ષીય યુવકનું ગુંગળામણથી મો*ત નીપજ્યું હતું. ત્યારે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. તેમજ અન્ય 4 વ્યક્તિઓ પણ ઘાયલ થાય હતા. આ દરમિયાન સાબર ડેરીના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ગોઝારી ઘટના બની છે. આ દરમિયાન સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા એક શ્રમિક યુવકનું ગૂંગળામણથી મો*ત નીપજ્યું છે. તેમજ સફાઈ કામ દરમિયાન 24 વર્ષીય શ્રમિક યુવકને શ્વાસ લેવાની સમસ્યા સર્જાઈ હતી. આ દરમિયાન ગૂંગળામણથી તેનું મો*ત નીપજ્યું છે. જ્યારે, 3 શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા 24 વર્ષીય શ્રમિકનું મો*ત
સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર તાલુકા નજીક આવેલી સાબરડેરીમાં આજે હચમચાવે એવી ઘટના બની છે. કેટલાક શ્રમિકો બોઇલરની સફાઇ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, શ્વાસ લેવામાં તકલીફ થતાં શ્રમિકોને તબિયત લથડી હતી. ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર, 24 વર્ષીય શ્રમિકનું ગૂંગળામણનાં કારણે મો*ત નીપજ્યું હતું. જ્યારે, અન્ય 3 શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેમણે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અનુસાર માહિતી મુજબ, હોસ્પિટલમાં દાખલ શ્રમિકોની હાલત હાલ ગંભીર છે અને સારવાર ચાલી રહી છે. જ્યારે, બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. બોઇલર સાફ કરતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ બોઇલરની સફાઇ કરી રહેલા 25 વર્ષે યુવકનું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટનામાં અન્ય 4 વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થઈ છે. ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર સાબર ડેરીના અધિકારીઓ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.
અહેવાલ : સંજય દિક્ષિત