- ગાયત્રી મહા યજ્ઞ યોજાયો હતો
- સવારે વાજતે ગાજતે પ્રભાત ફેરી યોજાઈ
નલિયા ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવાર ગામની શેરીઓમાં જય ઘોષ સાથે વાજતે ગાજતે પ્રભાત ફેરી યોજાઈ હતી. મંદિરમાં ગાયત્રી ચાલીસાના પઠન બાદ ગાયત્રી મહા યજ્ઞ યોજાયો હતો. તેમજ વિશાળ શોભાયાત્રા તેમજ રથયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત ગાયત્રી ધૂન કરી, ગાયત્રી ચાલીસાનું પઠન, પ્રજ્ઞા ગીતો ગાઈને અને ઢોલ શરણાઈના તાલે રાસ ગરબા રમીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. 101 દીવડાની દીપજ્યોતિ પ્રગટાવી મહિલા મંડળના બહેનોએ ખુબજ ઉત્સાહથી ઉજવણી કરી હતી.
વ્હેલી સવારે બ્રહ્મ મુર્હૂત માં જાગરણ કર્યા બાદ ત્રણે માતાજી (ત્રિપદા પૂજન) દસ વિધ સ્નાન સાથે કરવા માં આવ્યું. સવારના 6:30 વાગ્યે નલિયા ગામની શેરીઓમાં જય ઘોષ સાથે વાજતે ગાજતે સંગીતમય પ્રભાત ફેરી કરાઈ.ગાયત્રી મંદિર માં ગાયત્રી ચાલીસાના પઠન બાદ ગાયત્રી મહા યજ્ઞ સંપન્ન કરાયું. 10:30 વાગ્યે ઢોલ નગારા સાથે વિશાળ શોભાયાત્રા કાળશધરી શકિત સ્વરૂપા બાલિકાઓ અને પોથી ધારણ કરીને પ્રજ્ઞા ગીતો ના ગુંજન સાથે બહેનો પણ મોટી સંખ્યામાં અને ગાયત્રી માતાજી ના નારા ઓ સાથે લેરિભાઈ સોલંકી હરિઓમ) ના નેજા હેઠળ ઘણા પ્રજ્ઞા તુલ્ય ભાઈઓ સાથે શણગારેલા ત્રણ રથ સાથે રથ યાત્રા ગામ માં નીકળી હતી.
મંદિરે પરત ફર્યાં બાદ પ્રજ્ઞા પુત્રો એ સ્વાગત કરીને પૂ.ગુરુવર ના વિચારો અંગે ચિંત નિકા આપી હતી. સાંજે 4 વાગ્યે ગાયત્રી ધૂન કરી, પાંચ વખત ગાયત્રી ચાલીસાનું પઠન કરી,પ્રજ્ઞા ગીતો ગાઈને અને ઢોલ શરણાઈના તાલે રાસ ગરબા રમી ને, 101 દીવડાની દીપજ્યોતિ પ્રગટાવી મહિલા મંડળના વિમલા બેન ભાવસાર અને ઘણી બધા મહિલા મંડળના બહેનોએ ખુબજ ઉત્સાહ થી ઉજવણી કરી હતી. મોડી સાંજે 7 વાગ્યે મહા આરતી કર્યા બાદ પ્રસાદ લઈને પૂર્ણા હુતી કરાઈ હતી.
પ્રસાદનો સહયોગ ટ્રસ્ટી વિશાલ હરેશ આઈયા (પુજારા મોબાઈલ) તરફ થી મળ્યો હતો. દિવ્યા ગણાત્રા અને ઘણા મહિલા મંડળના બહેનોએ પણ સારું ફંડ આપ્યું હતું. ધનલક્ષ્મી આઇયા પરિવાર અને ગાયત્રી પરિવાર, લેરિભાઈ સોલંકી પરિવાર સહિત અન્ય ગાયત્રી પરિજનો પણ આર્થિક સહયોગ આપીને સહયોગી બન્યા હતા. ગાયત્રી પરિવાર, મહિલા મંડળ અને યુવા પ્રકોષ્ઠના યુવાનોની મહેનત લેખે લાગી હતી.
અહેવાલ: રમેશ ભાનુશાલી