- નવા પ્રમુખોની વરણી કરાતાં બહોળી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાયો
- પ્રમુખોએ હોદાનું સન્માન જાળવી કાર્યકરો સાથે પ્રજાલક્ષી કામ કરશે તેવી બાંહેધરી આપી
કેશોદ શહેર અને તાલુકા ભાજપ સંગઠનમાં જિલ્લા સંગઠન દ્વારા નવા પ્રમુખ તરીકે હાર્દિક ઉર્ફે હિરેન ભોરણીયા અને તાલુકાના પ્રમુખ તરીકે જયદીપસિંહ સોલંકીની વરણી કરવામાં આવી હતી. આથી ચાર ચોક ખાતે કેશોદ તાલુકા ભાજપ સંગઠન દ્વારા સન્માન કાર્યક્રમ યોજતાં બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને બંને પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બંને પ્રમુખો પર ભાજપના કાર્યકર્તાઓએ રૂપિયાની નોટોનો વરસાદ વરસાવ્યો હતો.બંને પ્રમુખોએ તેમને મળેલ હોદાનું સન્માન જાળવી કાર્યકરો સાથે પ્રજાલક્ષી કામ કરશે તેવી બાંહેધરી આપી હતી.
કેશોદ શહેર અને તાલુકા ભાજપ સંગઠનમાં જિલ્લા સંગઠન દ્વારા નવા પ્રમુખોની વરણી કરાતાં ચાર ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી વચ્ચે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બંને પ્રમુખે કાર્યકરોને સાથે રાખી કામ કરવા હૈયાધારણ આપી હતી. જુનાગઢ જિલ્લા ભાજપ સંગઠન ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટ સહિત જિલ્લા સંગઠન દ્વારા કેશોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે હાર્દિક ઉર્ફે હિરેન ભોરણીયા અને તાલુકાના પ્રમુખ તરીકે જયદીપસિંહ સોલંકીની વરણી કરવામાં આવી હતી.
આથી ચાર ચોક ખાતે કેશોદ તાલુકા ભાજપ સંગઠન દ્વારા સન્માન કાર્યક્રમ યોજતાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને બંને પ્રમુખોનું હારતોરા કરી ફટાકડા ફોડી સન્માન કરવામાં આવ્યું હતું. અને આ નિમણુંકની ખુશીમાં કાર્યકરોએ પૈંડા વહેંચી મોં મીઠા કર્યા હતાં. બંને પ્રમુખે ચાર ચોક ખાતે બાબા સાહેબ આંબેકર અને શરદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા. તેમજ બંને પ્રમુખો પર ભાજપના કાર્યકર્તાઓએ રૂપિયાની નોટોનો વરસાદ વરસાવ્યો હતો.બંને પ્રમુખોએ તેમને મળેલ હોદાનું સન્માન જાળવી કાર્યકરો સાથે પ્રજાલક્ષી કામ કરશે તેવી બાંહેધરી આપી હતી.
અહેવાલ: જય વિરાણી