- પ્રદેશ યુવક કોંગ્રેસના હરપાલ સિંહ ચુડાસમા રહ્યા હાજર
- પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી રહ્યા ઉપસ્થિત
- યુથ કોંગ્રેસના તમામ હોદેદારોને નિયુક્તિ પત્રો અપાયા
- સમિતિના નવ નિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરાયું
અમરેલી: આગામી સમયમાં ચુંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે કોંગ્રેસ વધુ મજબુત બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ યુવક કોંગ્રેસના હરપાલ સિંહ ચુડાસમા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોની હાજરીમાં જીલ્લા યુથ કોંગ્રેસના તમામ હોદેદારોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા. તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવ નિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી આ બેઠકમાં પ્રદેશ યુવક કોંગ્રેસના હરપાલ સિંહ ચુડાસમા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ખાસ ઉપસ્થિતિ રહી હતી આગેવાનોની હાજરીમાં અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસના તમામ હોદેદારોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે જયારે રક્ષક જ ભક્ષક બને ત્યારે તેવી સ્થિતિ વચ્ચે પ્રજા પોતાને ની સહાય મહેસુસ કરી રહી છે ત્યારે અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના માર્ગદર્શન તળે તાલુકા અને શહેર સમિતિના નવ નિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ યુવાનો સામાન્ય માણસોનો અવાજ બનશે અને સામાજિક કાર્યકર્તા તરેકે એના સુખ દુખ ના ભાગીદાર બની અને પીડામાંથી મુક્તિ અપાવે અને સંગઠન ખુબ મજબુત બનાવે તેવી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવી હતી.
અમરેલી જીલ્લામાં આજે જીલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર દરરોજ ના બે જીલ્લાનો પ્રવાસ અને વિસ્તૃત કારોબારીની બેઠક આયોજન કરવામાં આવે છે તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે તારીખ 28/11 ના રોજ સમગ્ર દેશ માં એક કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે ” નોકરી દો નશા નહિ ” તે કેમ્પેઈન કચ્છ ના મુન્દ્રા માંથી લોન્ચ કરવમાં આવ્યું તે કેમ્પેઈન સમગ્ર દેશમાં આજે ચાલે છે આવતા દિવસો ની અંદર યુવાનો જે છે ભાજપ સરકાર માં જે સૌથી વધુ પીડિત હોય જેનો અવાજ સાંભળવામાં ના આવતો હોય તે યુવાનો નોકરી, રોજગારી વલખા મારી રહ્યા છે ત્યારે તે અંતર્ગત કેમ્પેઈન સમગ્ર ગુજરાત માં ચાલશે શહેર, તાલુકા અને વિધાનસભા હોય કે શેરીઓ સુધી કેમ્પેઈન લઇ જવાની ખાતરી પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખે આપી હતી આવતા દિવસોમાં ચુંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે યુથ કોંગ્રેસ યુવાનોને તક આપશે તેવું પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલશિંહ ચુડાસમાએ જણાવ્યું હતું