- કડકડતી ઠંડીમાં ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રે અને માં અંબાના દર્શને યાત્રાળુ ઉમટ્યા
- યાત્રાળુઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો
નાતાલના મિની વેકેશનને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. જુનાગઢ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે લોકોમાં ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રોપવે બન્યા બાદ ગિરનાર પર્વત સર કરનાર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતો જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ગિરનાર પર્વત પર યાત્રાળુઓ બહોળી સંખ્યામાં માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને પહોંચ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળ અને ભેજ ભર્યા વાતાવરણમાં યાત્રાળુઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. ગિરનાર પર્વત પર આવતા વધુ પડતા યાત્રીકો સીડી મારફત જ ગિરનાર પર્વત ચડવાનું પસંદ કરે છે. ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યોમાંથી યાત્રાળુઓ પોતાના પરિવાર, મિત્રો સાથે ગિરનારની મોજ માણવા આવે છે. અને આહલાદક અલૌકિક પ્રકૃતિનો આનંદ માણે છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, નાતાલના મિની વેકેશનને કારણે ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. જુનાગઢ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે લોકોમાં ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રોપવે બન્યા બાદ ગિરનાર પર્વત સર કરનાર પ્રવાસીઓની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતો જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ગિરનાર પર્વત પર યાત્રાળુઓ બહોળી સંખ્યામાં માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને પહોંચ્યા હતા. શિયાળાની કળકતી ઠંડી વચ્ચે વાદળ અને ભેજ ભર્યા વાતાવરણમાં યાત્રાળુઓએ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. ગિરનાર પર્વત પર આવતા વધુ પડતા યાત્રીકો સીડી મારફત જ ગિરનાર પર્વત ચડવાનું પસંદ કરે છે. ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યોમાંથી યાત્રાળુઓ પોતાના પરિવાર મિત્રો સાથે ગિરનારની મોજ માણવા આવે છે. અને આહલાદક અલૌકિક પ્રકૃતિનો આનંદ માણે છે.
વર્ષનું અંતિમ અઠવાડિયું ચાલતું હોવાથી લોકોમાં ફરવાની ઉત્સુકતા જોવા મળે છે. ગિરનાર પર્વત પર નાતાલના તહેવારને લઈ યાત્રાળુઓની ભીડ ઉમટી હતી. તો બીજી તરફ રોપવે બન્યા બાદ યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. રોપ વે મારફત ગીરનાર જનારા યાત્રાળુની લાંબી લાઈનો જોવા મળી હતી.તેમજ સાસણ અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાયાં હતાં. જુનાગઢ શહેરના સક્કરબાગ, ઉપરકોટનો કિલ્લો, મોહબ્બત મક્કબરા, વિલીંગ્ડન ડેમ,દાતાર પર્વત પર પ્રવાસીઓની પસંદગીનો મુખ્ય કેન્દ્ર બન્યા છે.
25 ડિસેમ્બર નાતાલના પર્વ નિમિત્તે જૂનાગઢના ગિરનાર પર્વત પર દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે. જેમાંના મોટાભાગના યાત્રિકો ગિરનારની સીડી ચડી અંબાજી અને દત્તાપ્રેય સુધી જાય છે. હવે રોપ-વે હોવાથી રોપ-વેમાં પણ યાત્રિકો ગિરનારની સફર કરે છે.હૈદરાબાદ થી ગિરનાર આવેલા પ્રવિણે જણાવ્યું હતું અમે અહીં ગુજરાત ફરવા માટે આવ્યા છીએ આજે અમે ગિરનાર પર્વત પર માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીં વારંવાર આવવું સૌને પસંદ છે કારણ કે અહીં જે વાતાવરણ છે તે ખૂબ જ રમણીય અને સુંદર છે. અમે અહીં એક દિવસ વધુ રોકાશું અને અહીં પ્રકૃતિનો પૂરો આનંદ માણસો. ગિરનાર પર્વત પરના વાતાવરણનું વર્ણન કરવું અઘરું છે આ વાતાવરણનો અનુભવ જ શ્રેષ્ઠ છે.
શીલ ગામ થી ગિરનાર ચડવા આવેલા મિતેશ માંડલિયા એ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ છ વર્ષથી અમારું ગ્રુપ દર વર્ષે આ સમયે ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર્વત પર નું વાતાવરણ અલૌકિક છે. 25 ડિસેમ્બરના નાતાલની રજા હોવાના કારણે લોકો અહીં બહોળી સંખ્યામાં આવે છે અને ગિરનાર ચડી માં અંબા ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમજ ગિરનાર ચડતા પરમેશ્વર અને પ્રકૃતિનો અલૌકિક અનુભવ થાય છે. ઘણા ગ્રુપ આ પ્રકૃતિનો આનંદ માણવા દર વર્ષે અહીં આવે છે.
અજય વાજા એ જણાવ્યું હતું કે નાતાલની રજા હોવાના કારણે અમે અમારા ગ્રુપ સાથે આનંદ માણવા ગિરનાર પર આવ્યા છીએ. અહીંના વાતાવરણનો લ્હાવો કંઈક અલગ જ છે. છેલ્લા પાંચ વર્ષથી નાતાલના દિવસોમાં અમે અમારા ગ્રુપ સાથે આવીએ છીએ. અહીં પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય જોવા મળે છે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ