- સુશાસન દિવસ નિમિત્તે “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
- સીટી સિવિક સેન્ટરનું ઉદઘાટન ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે કરાયું
- પાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી રહ્યા ઉપસ્થિત
પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્તે અંજારમાં “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષ સ્થાને અને પાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે ઈ- લોકાર્પણ થયું હતું. ફાયર સ્ટેશનની બાજુમાં, આડા ઓફિસ રોડ મધ્યે થયેલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંજાર ખાતે સીટી સિવિક સેન્ટરનું ઉદઘાટન ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કાઉન્સિલરો સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્તે ધારાસભ્ય ત્રિકમ બી. છાંગા ના અધ્યક્ષ સ્થાને અને નગરપાલિકાના પ્રમુખ વૈભવ ડી. કોડરાણીની વિશેષ ઉપસ્થિતિમાં અંજાર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને ગ્રહ નિર્માણ વિભાગની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવનિર્મિત “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબના વરદ હસ્તે ઈ- લોકાર્પણ થયું હતું. ફાયર સ્ટેશનની બાજુમાં, આડા ઓફિસ રોડ મધ્યે થયેલ આ કાર્યક્રમમાં પ્રસંગે મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. જે ઉપસ્થિત સર્વે એ રસપૂર્વક સાંભળ્યું હતું.
અંજાર ખાતે સીટી સિવિક સેન્ટરનું ઉદઘાટન ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે થયું હતું. તેમજ આ પ્રસંગે વક્તવ્ય આપતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારથી ભાજપે શાસન પુરા સંભાળી છે ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાળાના માનવી સુધીના જનજનના સુખાકારી માટે ચિંતા સેવી છે. આ સીટી સિવિક સેન્ટર શરૂ થવાથી શહેરીજનોને એક જ જગ્યાએ સરકારની વિવિધ સેવાઓનો લાભ મળી રહેશે. તેમજ કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ અને આભાર વિધિ ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધભટ્ટીએ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમ છાંગા, નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંત કોડરાણી , શહેર ભાજપ પ્રમુખ ડેની શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધ ભટી , કારોબારી સમિતિ ચેરમેન પાર્થ સોરઠીયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પના ગોર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરા છાંગા, કાઉન્સિલરો સર્વ અમરીશ કંદોઈ, કેશવજી સોરઠીયા, બહાદુર સિંહ જાડેજા, વિનોદ ચોટારા, ડાયાલાલ મઢવી, વિજય પલણ, સુરેશ ઓઝા, લીલાવતી પ્રજાપતિ, પ્રીતિ માણેક, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન સોરઠીયા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસ મહેતા, મજીદ રાયમા, દિનેશ સી. ઠક્કર, સોનલ મહેતા, જયશ્રી ઠક્કર, નજમા બાયડ, મંજુલા ચૌહાણ, સંદીપા સોની, પૂજા બારમેડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સિટી સિવિક સેન્ટર અંજાર ખાતે
સોલંકી કવિતા (સુપરવાઇઝર), હેતલ ગરવા,નરેશ પરમાર વિમલ પુરોહિત, પરેશ રબારી, બંસી જાવિયા, જતીન જોશી, પ્રવીણ રબારી,હીરલ વહીવટી વ્યવસ્થા સંભાળશે.
કાર્યક્રમને સફળ બનાવવા કચેરી અધિક્ષક ખીમજી સિંધવના માર્ગદર્શન હેઠળ ઉદીત ચૌહાણ, નરસિંહ દાવા, અનસ ખત્રી, ચિરાગ ઠક્કર, ધવલ થરાદરા, વિશાલ આહીર, સત્યપાલસિંહ ઝાલા, વિજય વરસાણી, તેજપાલ લોચાણી, જીતુ જોશી, સંજય પ્રજાપતિ, ભરત સરપટા, ચૈતાલી રાઠોડ, જીજ્ઞાના જોશી, શ્રેયા ઠક્કર, દાનવી સોરઠીયા, કિંજલ શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી