- Ahmedabad: ‘ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ’
- ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો
- Ahmedabad: યુવતીનું બ્રેઇનવોશ કરી ભગાડી દીધાના આક્ષેપ પર ઇસ્કોન મંદિરે આપ્યો જવાબ,જાણો શું કહ્યું
શું છે સમગ્ર વિવાદ
અમદાવાદનું ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીને ગાંજો અને ડ્રગ્સ આપવામાં આવી રહ્યું છે. આ મામલે યુવતીના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. ત્યારબાદ યુવતીને હાજર કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. તે સિવાય ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારી હતી. નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુને કારણદર્શક નોટિસ છે. મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ, અંકિતા સીંધી, હરીશંકરદાસ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી સામે આરોપ લગાવવામાં આવ્યો છે.
ઇસ્કોન મંદિર ઉપર લગાવેલા ગંભીર આરોપ મામલે મંદિર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. હરેશ ગોવિંદ દાસે કહ્યું હતું કે આરોપો તદ્દન પાયાવિહોણા છે. આ પિતા પુત્રી વચ્ચેનો કૌટુંબિક મામલો છે, મંદિર સાથે કોઈ લેવા દેવા નથી. યુવતી કયા છે તે અંગે મંદિર પાસે કોઈ માહિતી નથી. કોર્ટ અને પોલીસ કાર્યવાહીમાં મંદિર પ્રશાસન તરફથી પૂરો સહકાર મળશે. મંદિર પાસે માહિતી પ્રમાણે યુવતી એ લગ્ન કરી લીધા છે. મંદિરમાં મોટી સંખ્યામાં દરરોજ ભક્તો આવતા હોય છે.
અરજદારે તેમની પુત્રીને જીવનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો અને ડ્રગ્સ અપાતુ હોવાનો અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈને લાપતા યુવતીને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો હતો. એટલુ જ નહીં, હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ અને ઈસ્કોન મંદિર સાથે નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદાસ મહારાજ, અક્ષયતિથી કુમારી, મોહિત પ્રભુજી મહારાજ વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જાહેર કરી છે.
અરજદાર પિતાએ અરજીમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મંદિરના પૂજારી સુંદર મામાએ એક શિષ્ય સાથે તેમની દીકરીના લગ્ન કરી દેવા હુકમ કર્યો હતો. પરંતુ તેમણે આ આદેશ માન્યો ન હતો. જે બાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી. મથુરાનો એક શિષ્ય તેમની પુત્રીને ભગાડી લઇ ગયો હતો. અહીં યુવતીઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. માતાપિતા કરતાં પણ ગુરુઓનું સ્થાન ઊંચું હોય તેવું પણ મગજમાં બેસાડવામાં આવે છે. અરજદાર પિતાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે, માતા-પિતા કરતાં પણ ગુરુ મહત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.
પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કર્યો છે. આ સાથે કેસની વધુ સુનાવણી માટેની તારીખ 9મી જાન્યુઆરી આપી છે.
અમદાવાદના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પુત્રીની ભાળ મેળવવા માટે એક નિવૃત આર્મીમેનના પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઇ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા આદેશ કર્યો છે. હવે આ વિવાદને લઇને ઇસ્કોન મંદિરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા છે.
ઇસ્કોન મંદિરે આક્ષેપોને ફગાવ્યા
ઇસ્કોન મંદિરના પ્રચારક હરેશ ગોવિંદદાસે ઇસ્કોન મંદિર પર લાગેલા આક્ષેપને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇસ્કોન મંદિરના પ્રચારકે કહ્યું, ‘ઇસ્કોન મંદિર પર લાગેલા તમામ આક્ષેપ ખોટા છે, મંદિરનો કોઇ વ્યક્તિ તેમાં ઇનવોલ્વ નથી. જે વ્યક્તિ પર આક્ષેપ લાગ્યા છે તે ઇસ્કોન મંદિરની બહાર રહે છે અને ઇસ્કોનનો પ્રચાર કરે છે. દીકરી ઘર છોડીને જતી રહે તેનો અર્થ એવો નથી કે તમે ઇસ્કોન મંદિર પર આવા આક્ષેપ મુકી શકો. અમે તેમના ફેમિલી મેમ્બર અને પોલીસને કંઇ પૂછપરછ કરવી હોય તો સપોર્ટ કરવા તૈયાર છીએ. હાઇકોર્ટની મેટર છે જેની અંદર ઇસ્કોનનું નામ આવશે અને કંઇ થશે તો અમારી લીગલ ટીમ તેને જોશે.’
વકીલે શું કહ્યું
ગુજરાત હાઇકોર્ટના વકીલ ધર્મેશ ગુર્જરે કહ્યું કે, ‘યુવતી ગુમ થઇ છે તેના પિતાએ હેબિયર્સ કોપર્સ હાઇકોર્ટમાં કરી છે. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો છે કે યુવતી ઇસ્કોન મંદિરમાં જતી હતી અને ધાર્મિક ભાવનાએ જતી હતી. ત્યાં સેવા દાન કરનારા હોય તેની સંગતમાં આવી ગઇ અને તેમના કહેવાથી યુવતીનું બ્રેઇનવોશ કરી મથુરા ખાતે લઇ ગયા અને ત્યાં પરણાવી દીધી હતી. છોકરીને બ્રેઇનવોશ કરી ગાંજો જેવું પીવડાવી ખોટી રીતે પરણાવેલી છે. આ વસ્તુને લઇને હેબિયર્સ કોપર્સ કરવામાં આવી હતી જેમાં હિયરિંગ થઇ અને હાઇકોર્ટે દરેક પક્ષકારોને નોટિસ ફટકારી છે અને 9 જાન્યુઆરીની મુદ્દત આપી છે.’